________________
મને અનેકાંતવાદ વિવિધ બાજુઓથી જોઇએ તો પછી એ બધું એકાંતાત્મક નહિ પણ અનેકાંતાત્મક છે, એ વાત ખૂબ જ સરળ રીતે અને સહેલાઇથી સમજાશે.
આ પ્રકરણને સમાપ્ત કરતાં પહેલાં એક અતિશય મહત્ત્વની વાત હવે કહેવાની છે. એક જ વસ્તુમાં અનેક પ્રકારના ગુણધર્મો હોય છે એ વાત જૈનેતર તત્ત્વજ્ઞાનીઓએ પણ સ્વીકારેલી છે. જે લોકો અનેકાંતવાદને પૂર્ણપણે સમજયા નથી એ લોકો એવો પ્રશ્ન પૂછે છે કે “આ તો અમારામાં પણ છે? જૈન ફિલસુફોએ નવું શું કહ્યું?”
અહીં જ, જૈન ધર્મની વિશિષ્ટતાનું દર્શન થાય છે. પ્રત્યેક વસ્તુમાં અનેક ગુણધર્મો હોય છે, એ દેખાડવા માત્રથી જ જૈન તત્ત્વજ્ઞાનને અનેકાંતવાદ નામ નથી અપાયું. જૈન દર્શને એ વસ્તુ, એ વાત, સાબિત કરી બતાવી છે.
. તદુપરાંત, એ પ્રત્યેક વસ્તુમાં પરસ્પર વિરોધી એવા તત્ત્વો ‘એક સાથે રહેલા છે અને વસ્તુ માત્ર “અનેકગુણધર્માત્મક નહિ પણ પરસ્પર વિરોધી એવી અનેકગુણધર્માત્મક છે એમ જૈન તત્ત્વજ્ઞાન કહે છે. આ જે વિરોધી ગુણધર્મો છે તે એકાંત દૃષ્ટિથી દેખાતા નથી. અનેકાંત દૃષ્ટિથી જ એને જોઈ તથા સમજી શકાય છે. જૈન તત્ત્વજ્ઞાનની, અનેકાંતવાદની, જે વિશિષ્ટતા છે તે આ છે. આ કંઈ નાની સૂની વિશિષ્ટતા નથી. તત્ત્વજ્ઞાનના વિષયમાં એ એક મહાનું સિદ્ધિ છે. એટલા માટે જ આ અનેકાંતવાદને તત્ત્વશિરોમણી માનવામાં આવ્યું છે.
કોઇ એક વસ્તુ સત્ છે. નિત્ય છે અને એક છે એટલે એ અનેકધર્મવાળી તો થઈ; પરંતુ આ રીતે અનેક ધર્માત્મક હોવા માત્રથી જ એને અનેકાંતાત્મક નહિ કહી શકાય. પરંતુ, તે સત્ તેમજ અસત, નિત્ય તેમજ અનિત્ય, એક તેમજ અનેક, એવા પરસ્પર વિરોધી ગુણધર્મોને, એક જ કાળે પોતાનામાં સમાવે છે અને એટલા માટે જ તેને અનેકાંતાત્મક કહેવામાં આવે છે. આ વાત ખૂબ ખૂબ ધ્યાનપૂર્વક અને પૂર્ણ રીતે બરાબર સમજી લેવા જેવી છે.
એક માણસ દયાળુ છે, ઉદાર છે, મીઠાબોલો છે, પરોપકારી છે, ક્ષમાવાન છે, ચારિત્ર્યશીલ છે, ધૈર્યવાન છે, હિંમતવાન છે, શાંતમૂર્તિ છે, ધર્મપરાયણ છે, દાનશીલ છે, વગેરે વગેરે ઘણા ગુણો એનામાં છે. એના પ્રત્યેક જુદા જુદા ગુણનું અલગ અલગ દર્શન થવાથી આ નિર્ણય બાંધી શકાય છે. પરંતુ તેથી, આ નિર્ણયને આપણે અનેકાંતાત્મક નહિ કહી શકીએ. એ દરેક ગુણોનો વિચાર કરતી વખતે, દૃષ્ટિ અને સમજણ, તે તે એક જ ગુણ પુરતી મર્યાદિત રહેતી હોવાથી, એ બધા ગુણોનો સરવાળો કરો ત્યારે પણ, એ નિર્ણય એકાંતિક જ રહે છે. પરંતુ જયારે એ બધા ગુણોની વિરુદ્ધના અવગુણો પણ એ માણસમાં છે એ વાત આપણે પુરવાર કરવાની હોય અને ગુણો તથા અવગુણોના પરસ્પર વિરોધી ધર્મોનું એક સાથે કથન