________________
નિર્જરા બે પ્રકારે થાય છે - (૧) બંધાયેલ કર્મો પરિપક્વ થતાં ઉદયમાં આવે છે અને કર્મક્ષય થાય છે. (૨) કર્મો ઉદયમાં આવે તે પહેલાં તપ વડે તેની નિર્જરા કરી શકાય છે.
(૯) મોક્ષ ઃ સંસારી આત્મા શુભાશુભ સર્વ કર્મોનો ક્ષય કરી મુક્ત બને છે, શુદ્ધ આત્મસ્વરૂપ પ્રાપ્ત કરે છે અને સિદ્ધાત્મા બને છે તે મોક્ષ છે. મોક્ષ પ્રાપ્ત થયા પછી એ ફરી પાછો જન્મમરણના ચક્રમાં આવતો નથી. આ મોક્ષ કેવળ મનુષ્યગતિમાંથી જ પ્રાપ્ત કરી શકાય છે.
મોક્ષની વ્યાખ્યા :
[ર્મક્ષયો મોક્ષઃ ।।૨૦.રૂ ।। તત્ત્વાર્થસૂત્ર
અર્થ : સર્વ કર્મોનો ક્ષય એ મોક્ષ છે.
આ મોક્ષ પ્રાપ્ત કરવા માટે જે માર્ગ છે અર્થાત્ મોક્ષમાર્ગ - એનો પાયો છે સમ્યક્ત્વ. સમ્યક્ત્વ જૈન પારિભાષિક શબ્દ છે. સમ્યક્ત્વ એટલે સાચી દૃષ્ટિ, વસ્તુસ્વરૂપને યથાર્થપણે સહવું.
જૈન દર્શન પ્રમાણે મોક્ષપ્રાપ્તિ માટે સમ્યક્ દર્શન, સમ્યક્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્ર આ રત્નત્રયની પ્રાપ્તિ અનિવાર્ય છે. સમ્યક્ દર્શન, સમ્યક્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્ર એ આત્માના મૂળ ગુણો છે. આ ગુણોનો સંપૂર્ણ વિકાસ થવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. અનંત સમયથી સંસારમાં દિશાશૂન્ય પરિભ્રમણ કરનાર જીવાત્માને આ રત્નત્રયની પ્રાપ્તિ થતાં મોક્ષમાર્ગની દિશા પ્રાપ્ત થાય છે. આ ત્રણ રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ એ જ ‘યોગ’ છે.
સમ્યક્ દર્શન : એટલે દેવ,ગુરુ અને ધર્મમાં સાચી શ્રદ્ધા અને સાચી રુચિ. સમ્યક્ દર્શન એટલે જીવાદિ તત્ત્વોને તેના મૂળ સ્વરૂપમાં સમજવાં અને તેમાં શ્રદ્ધા રાખવી. સમ્યક્ દર્શન એટલે આત્મદર્શન.
સમ્યક્ જ્ઞાન : જે વસ્તુનું સ્વરૂપ જેવું છે તેવું તેને જાણવું એ સમ્યક્ જ્ઞાન છે. જ્ઞાન એ ચેતનાનું લક્ષણ છે. જ્ઞાન સ્વપ૨પ્રકાશક છે. જ્ઞાન વડે જ આત્મા પદાર્થને જાણે છે અને જ્ઞાન વડે જ આત્મા પોતાને જાણી શકે છે. જ્ઞાન વડે આત્મા પાપકાર્યોમાંથી નિવૃત્ત થાય છે અને શુભ કાર્યમાં પ્રવૃત્ત થાય છે. જ્ઞાન વડે આત્મા વિશુદ્ધ થાય છે. આત્મજ્ઞાન વિના મોક્ષ નથી. સમ્યક્ દર્શન એટલે
મોક્ષ પ્રાપ્તિનો માર્ગ : યોગ
૫