________________
સમજાવેલો છે. જૈન દર્શન પ્રમાણે આ સંસારમાંનો દરેક જીવાત્મા પરમાત્મા બની શકે છે. પરમાત્મા કે ઈશ્વર કોઈ એક વ્યક્તિ નથી. જે પણ જીવાત્મા પોતાનાં બધાં કર્મોનો ક્ષય કરી શુદ્ધ આત્મસ્વરૂપમાં રમણતા કરે છે એ પરમાત્મપદ પ્રાપ્ત કરે છે અને એ જ મોક્ષ છે. નવ તત્ત્વ નીચે પ્રમાણે છે –
(૧) જીવ (૨) અજીવ (૩) પુણ્ય (૪) પાપ (૫) આસ્રવ (૬) બંધ (૭) સંવર (૮) નિર્જરા (૯) મોક્ષ. (૧) જીવઃ જેનામાં ચૈતન્ય હોય અથવા જ્ઞાન હોય તે જીવ કહેવાય છે. સુખ
કે દુઃખ, અનુકૂળતા-પ્રતિકૂળતાની અનુભૂતિ જેનામાં હોય, તે સ્વ અને પરનું જ્ઞાન જેનામાં હોય તે જીવ કહેવાય છે. ઇન્દ્રિય, બળ, આયુષ્ય અને શ્વાસોચ્છવાસ એ ચાર લક્ષણથી જીવ ઓળખી શકાય છે : જીવોના બે પ્રકાર છે. મુક્ત અને સંસારી. જે જીવો સર્વ કર્મનો ક્ષય કરી જન્મમરણના પરિભ્રમણમાંથી સદાને માટે મુક્ત થઈ સિદ્ધાત્મા બન્યા હોય તે મુક્ત જીવો હોય છે. જે જીવો કર્મબંધનના કારણે જન્મમરણરૂપી સંસારમાં ચાર ગતિમાં ભ્રમણ કરતા રહે છે તે સંસારી અથવા બદ્ધ જીવો હોય છે. સંસારી જીવોની ચાર પ્રકારની ગતિ હોય છે - નારક, તિર્યચ, મનુષ્ય અને દેવતા. જીવો જ્યાં સુધી કર્મબંધનથી સંપૂર્ણપણે મુક્ત થતા નથી ત્યાં સુધી તેમના
કર્મો પ્રમાણે આ ચાર ગતિમાં જન્મમરણ કરતા હોય છે. (૨) અજીવઃ જેમાં ચેતના નથી, સુખદુઃખની અનુભૂતિ નથી તે અજીવ કહેવાય
છે. તેના પાંચ ભેદ છે – (૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય (૩) આકાશાસ્તિકાય (૪) પુદ્ગલાસ્તિકાય (૫) કાળ. આમાં પુગલ મૂર્ત અર્થાત્ રૂપી તત્ત્વ છે. બીજાં ચાર અમૂર્ત અથવા અરૂપી તત્ત્વ છે જેમાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ ન હોય, જે આંખ વડે જોઈ ન શકાય તે અરૂપી તત્ત્વ છે. ધર્માસ્તિકાય ? જીવ અને અજીવને ગતિ કરવામાં સહાય તત્ત્વ છે. અધર્માસ્તિકાય ? જીવ કે જડ વસ્તુને સ્થિર રાખવામાં સહાયક તત્ત્વ છે. આકાશાસ્તિકાય : જીવ, અજીવને જગ્યા આપનાર છે. આકાશ એટલે કે અવકાશ અર્થાત્ ખાલી જગ્યા. તે લોક અને અલોકમાં વ્યાપ્ત છે. જ્યાં જીવ તથા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને પુદ્ગલ છે ત્યાં સુધી લોક
(મોક્ષ પ્રાપ્તિનો માર્ગ : યોગ