________________
ભગવાન બુદ્ધના સમયથી બૌદ્ધ ધર્મ પ્રચલિત થયો એટલે તે અઢી હજા૨ વર્ષ જેટલો પ્રાચીન ગણાય. જૈન ધર્મ અને હિંદુ ધર્મની પરંપરા હજારો-લાખો વર્ષોથી ચાલી આવી છે. પ્રાઐતિહાસિક કાળમાં પણ આ બંને ધર્મના મૂળ જોવા મળે છે. જૈન માન્યતા અનુસાર આ વર્તમાન અવસર્પિણીના પ્રથમ તીર્થંકરને ભગવાન ૠષભદેવના સમયથી જૈન ધર્મ પ્રચલિત છે. જૈનો ચોવીસ તીર્થંક૨ માને છે. અને અઢી હજા૨ વર્ષ પૂર્વે છેલ્લા ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીએ જે ધર્મોપદેશ આપ્યો એ સિદ્ધાંત જૈન દર્શનને માન્ય છે.
‘તીર્થંક૨’ શબ્દ જૈનોનો પારિભાષિક શબ્દ છે. જે તારે તે ‘તીર્થ’ અને જે ધર્મ તીર્થ પ્રવર્તાવે તે તીર્થંકર. આ સંસારરૂપી સમુદ્રમાંથી પાર પામવા જીવાત્માઓને જે માર્ગ દેખાડે તે તીર્થંકર અથવા જિનેશ્વર ભગવાન કહેવાય છે. એક અવસર્પિણી અથવા એક ઉત્સર્પિણી કાળમાં ચોવીસ તીર્થંક૨ થાય છે. સંસાર અનાદિ અનંત છે. એટલે ભૂતકાળમાં આવા ચોવીસ તીર્થંકર અનંત વા૨ થઈ ગયા છે. અને ભવિષ્યમાં પણ અનંત વાર થશે. વર્તમાન સમયના ચોવીસ તીર્થંકરોમાં પહેલા ૠષભદેવ અને છેલ્લા મહાવીર સ્વામી છે.
જૈન ધર્મની માન્યતા પ્રમાણે મહાવીર સ્વામીએ આપેલો ઉપદેશ એમના ગણધરોએ ‘દ્વાદશાંગી’માં એટલે કે ૧૨ અંગમાં ગૂંથી લીધો છે. આ બાર અંગ નીચે પ્રમાણે છે. (૧) આચારાંગ (૨) સૂયગડાંગ (૩)ઠાણાંગ (૪) સમવાયાંગ (૫) વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ (ભગવતી સૂત્ર) (૬) જ્ઞાતા ધર્મકથાંગ (૭) ઉપાસક દશાંગ (૮) અંતગઢ દશાંગ (૯) અનુત્તરોવવાઈ (૧૦) પ્રશ્ન વ્યાકરણ (૧૧) વિપાક સૂત્ર (૧૨) દૃષ્ટિવાદ.
આ બાર અંગોમાંથી દૃષ્ટિવાદ નામનું બારમું અને છેલ્લું અંગ લુપ્ત થઈ ગયું છે. આ અગિયા૨ અંગ ઉપરાંત બાર ઉપાંગ, દસ પ્રકીર્ણક, છ છેદ સૂત્ર, ચાર મૂલસૂત્ર અને બે ચૂલિકાસૂત્ર એમ કુલ મળીને ૪૫ આગમગ્રંથો ઉપલબ્ધ છે. આ બધાની ભાષા અર્ધમાગધી છે.
જીવાત્મા આ સંસારમાં શુભાશુભ કર્મોનો ક્ષય કરી પોતાનો આધ્યાત્મિક વિકાસ સાધી પોતાનું શુદ્ધ આત્મસ્વરૂપ કેવી રીતે પ્રાપ્ત કરે છે, મોક્ષપ્રાપ્તિ કેવી રીતે કરે છે, એ સંપૂર્ણ મોક્ષમાર્ગ જૈન દર્શનમાં વિસ્તારથી નવ તત્ત્વોના માધ્યમથી
અમૃત યોગનું, પ્રાપ્તિ મોક્ષની
૨.