________________
ઓને દૂર કરવામાં શંકર સ્વરૂપ છે. પદ્માસન રૂપી આસન સ્વરૂપે બ્રહ્યા છે. તેવા સજજનેને કેની ઉપમા આપવી? અથવા સર્વોત્તમ પુરૂષ છે.
અમૃત વરસાવવાવાળા, કલાવાન એવા પૂર્ણચંદ્રથી પણ સજજન પુરૂષે શ્રેષ્ઠ છે. કારણ કે ચંદ્રમા કાલકૂટ ઝેરનો ભાઈ છે. કેમકે બંનેને સમુદ્ર સાથે સંબંધ છે.
શ્રેષ્ઠ કવિઓના માર્ગમાં પ્રસ્થાન કરવાવાળા પંડિતેને પ્રતિકુળ શબ્દ દ્વારા, ધન લાભને આપનાર ખલ, પણ પ્રશંસનીય છે.
જેમ ગીઓ (જીતેન્દ્રિય)ની ઉપર સ્ત્રીયોની નેત્ર બાણ (કટાક્ષ)ની કાંઈ જ અસર થતી નથી. તેમ રસથી ભરેલા પદેથી યુક્ત કવિઓની રચનાઓમાં ખલની ચેષ્ટાઓ કાંઈ અસર કરી શકતી નથી.
સુકુમાળ પદ રચના જેમાં આશ્રય કરે છે. એવા સુંદર કાવ્યરૂપ શરીરની રચના કરવામાં કવિઓની સુંદર કુશળતા વિજયને પ્રાપ્ત કરે. ( શ્રેષ્ઠ કવિઓ શુકલ પક્ષના ચંદ્રમાની જેમ વૃદ્ધિને પામે છે. કુકવિઓ કૃષ્ણ પક્ષના ચન્દ્રમાની જેમ ક્ષીણતાને પામે છે. - કવિઓની શુદ્ધ કૃતિઓ કપુરની માફક સજજને દ્વારા હૃદયથી ગ્રહણ કરાય છે. ત્યારે અશુદ્ધ કૃતિ કપાળમાં લગાડેલી કસ્તૂરીની માફક છેવાઈ જાય છે, ઉડી જાય છે.