________________
જેઓએ દ્વાદશાંગી બનાવી ગુરૂ (ભગવાન મહાવીર સ્વામિ) ની ત્રિપદી (ઉપનઈ, વિગઈ, યુવઈ) ની સમસ્યાને પૂર્ણ કરી.
- શ્રી શય્યભવ સ્વામિ તમારા કલ્યાણને માટે થાવ, જેઓએ સર્વ અંગમાંથી પરિપૂર્ણ દશવૈકાલિક સૂત્રની રચના કરી. - શ્રી ભદ્રબાહ સ્વામિ તમારી પ્રીતિને માટે થાવ, જેઓએ અમૃતમય દશ નિયુક્તિઓની રચના કરી, શંકાને દૂર કરવાવાળા, વિશેષ અતિશયવાળા વચનેથી જિનમુદ્રાને ધારણ કરવાવાળા ક્ષમાક્ષમણ શ્રી જિનભદ્ર સ્વામિની સ્તુતિ કેવી રીતે કરી શકાય?
વાચક શ્રી ઉમાસ્વાતિજીના વચનના ઘંટારવને સુંદર કાર કેના હૃદયમાં આજે પણ ધ્વનિત નથી થતું?
શ્રી જિનેશ્વરના સિદ્ધાંતરૂપ આકાશમાં ઉદયને પ્રાપ્ત કર્યો છે. પિતાના વચનથી કવિરાજ પંડિત રાજાઓના તેજને હરણ કર્યું છે. એવા શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિની સ્તુતિ પણ કેવી રીતે થઈ શકે !
શ્રી હરિભદ્રસૂરીશ્વરજીની હું સ્તુતિ કરૂં છું. જેઓએ ૧૪૪૪ ચૌદસે ચુમ્માલીસ ગ્રંથની રચના કરીને માતાની માફક “મહત્તરા” જિનવાણની રક્ષા કરી.
આજે પણ ઉપમિતિ ભવ પ્રપંચ કથા ગ્રંથની રચનાવડે કરીને જેઓને વિજયડંકા વિશ્વમાં વાગી રહ્યા છે. તે કવિ શ્રેષ્ઠ સિદ્ધર્ષિ વિજયને પ્રાપ્ત કરે.