Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
નથી થશે અને ડાલી ઉપરથી તેડીને તેને ઘાસમાં રાખ્યું, તે સમય પહેલાં પણ પાકી જાય છે, તેની માફક અવિપાકજા નિજરે છે. આ નિર્જરા તપશ્ચર્યા આદિ દ્વારા સાધ્ય થયા કરે છે, અને તે વડે કરીને આત્મ-કલ્યાણને માર્ગ હાથમાં આવે છે. જેવી રીતે વિપાક એ નિર્જરાનું કારણ હોય છે, તે પ્રમાણે તપ પણ નિર્જરાનું કારણ થાય છે. આ પ્રમાણે નિજ બે પ્રકારે છે.
કર્મનું જ પરિણામ તે નિર્જરા છે. એ અપેક્ષાથી નિર્જરા પણ વિપાક છે. એ વ્યપદેશ થાય છે. એ અભિપ્રાયથી પણ વિપાક અબુદ્ધિપૂર્વ અને કુશલમૂળના ભેદથી બે પ્રકારનું માનવામાં આવે છે. “મેં શટયામ”—હું કર્મોની નિજર કરૂં ...આ પ્રકારની બુદ્ધિથી પ્રેરિત થઈને જે કર્મોની નિર્જરા કરવામાં પ્રવૃત્તિ કરે છે તેનું તે પરિણામ– વિપાક બુદ્ધિપૂર્વ છે. કારણ કે “શુદ્ધિા પૂર્વા થય જ ગુદ્ધિપૂવ' જે વિપાકના પહેલાં “કમની નિર્જરા કરૂં–આ પ્રકારની બુદ્ધિ થાય છે, તે બુદ્ધિપર્વ માનવામાં આવે છે. આનું બીજું નામ કુશલમૂળ છે. આ પ્રકારની બુદ્ધિ જે પરિણામના પૂર્વમાં નથી થઈ તે અબુદ્ધિપૂર્વ–પરિણામ છે. જ્ઞાનાવરણીય આદિ કર્મોનું જે આત્મિક ગુણેને આવરણ કરવા રૂ૫ ફળ છે તે જ્યારે પિતાના સમય ઉપર નરક, તિર્યચ, મનુષ્ય અને દેવ પર્યાયમાં પરિપકવ થઈને ઉદય આવે છે ત્યારે તે પોતાની સ્થિતિ પૂરી થતાં અવશ્ય નિર્જરિત થઈ જાય છે–ખરી જાય છે, તે અબુદ્ધિપૂર્વ વિપાક છે. કારણ કે એ વિપાક– રૂપ કર્મની નિર્જરા બુદ્ધિપૂર્વક નથી થઈ, પરંતુ પિતાના સમય અનુસાર જ થઈ છે, તેથી તે આત્મહિતસાધક નથી, પણ સંસારાનુબંધી જ છે. જે કર્મોને વિપાક બાર પ્રકારના તપની આરાધનાથી, અથવા બાવીશ પ્રકારના પરિષહેને જીતવાથી થાય છે તે બુદ્ધિપૂર્વક હોય છે, તેથી આમાનું કલ્યાણ થાય છે, અને તે જે સમયે સમસ્ત કર્મોને લયસ્વરૂપ થાય છે તે સમયે મુક્તિનું સાક્ષાત્કારણ થાય છે. આ પ્રમાણે નિર્જરારૂપ વિપાકમાં મુકિત તરફ સાક્ષાત્કારણતા સિદ્ધ છે. એ પ્રમાણે જૈનસિદ્ધાંત કહે છે, તેમાં કઈ પ્રકારને વિરોધ નથી.
એ વિપાકનું પ્રતિપાદન કરવું તે જ આ શાસ્ત્રને મુખ્ય ઉદ્દેશ છે, એટલા માટે વિપાકનું પ્રતિપાદક હોવાથી આ સૂત્ર પણ “વિપવૃિત” એ નામથી પ્રસિદ્ધકટિમાં આવ્યું છે. ઉદય અને વેદનાથી વિપાકના બે પ્રકાર પ્રથમ વર્ણવેલા છે. તેમાંથી આ શાસ્ત્રમાં અશુભ અને શુભ કર્મોનાં ફળભૂત વેદનારૂપ વિપાકનું વર્ણન કરવામાં આવશે. એ વેદનારૂપ વિપાકના પણ દુઃખ અને સુખના ભેદથી બે પ્રકાર છે. એટલા માટે દુ:ખવિપાક અને સુખવિપાક એ નામથી આ શાસ્ત્ર બે વિભાગમાં વહેંચાખેલું છે. પ્રથમ વિભાગમાં દશ અધ્યયન છે. તેમાંથી પ્રથમ અધ્યયનનું વર્ણન કરતાં સત્રકાર આ પ્રથમ સૂત્રનું કથન કરે છે-“તે
? ઇત્યાદિ.
શ્રી વિપાક સૂત્ર
૧૨