Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
માગે છે તે ઈપથકમ છે. ઈપથકમના આવવામાં જે ઈયને કારણરૂપ કહેલ તે કેવળ ઉમલક્ષણ માત્ર છે, અર્થાત ઈયપથકર્મના આસવ કેવળ વેગથી જ થાય છે, કષાયથી નહિ. તે યેગી ઈચછા મુજબ ચાલે અથવા તો બેઠા રહે તે પણ તેને ત્રણ સમયની સ્થિતિવાળે ઈર્યાપકર્મના આસ્રવ લાગશે જ, પણ સામ્પરાયિક કર્મનો આસ્રવ લાગશે મહિ; અને તેને જ બંધ થશે. અકષાયી–જેને કષાયને ઉદય નથી એવા-જી બે પ્રકારના હોય છે-(૧) એક સરગી, અને (૨) બીજે વીતરાગી. ઉપશાન્ત-ગુણસ્થાનવાળા, ક્ષીણમેહગુણ-સ્થાનવાળા અને કેવલી, એ ત્રણ જ સર્વથા કષાયથી રહિત છે, કારણ કે કષાયને ઉદય દશમાં ગુણસ્થાન સુધી જ હોય છે, પણ આગળના ગુણસ્થાનમાં થતા નથી. સરગી જીવ છે કે સંજવલન કષાયયુકત પણ હોય છે, તે પણ જેને તેને ઉદય નથી તે જીવ પણ તેના ઉદયાભાવની અપેક્ષાથી કષાયરહિત જ માનવામાં આવેલ છે.
સામ્પરાયિક અને છપથ-કર્મને બંધ ને નિયમથી વિશિષ્ટ જ હોય છે, અર્થાત–સામ્પરાયિક કર્મને બંધ કષાયસહિત જીવાને હોવાથી તેમાં સ્થિતિબંધ અને અનુભાગબંધ વિશેષ પ્રકારના હોય છે, પરંતુઈયપથ કર્મના આસવમાં કષાયને સર્વથા અભાવ હિાવાથી સ્થિતિ અને અનુભાગબંધ થતો નથી, કેવલ પ્રતિબંધ અને પ્રદેશબંધ જ થાય છે. આ બન્ને પ્રકારના કર્મોનું જે પરિણામ અને ફળ છે તેનું નામ વિપાક છે. એ વિપાક ઉદય અને વેદના એ પ્રમાણે બે પ્રકાર છે. ઉદયાવલિકામાં કમે પ્રવેશ થઈને સ્થિતિને પૂરી કરીને ફળ આપે છે તે ઉદય છે. રસાનુભવનું નામ વેદના છે. ઉદય અને વેદના અવસ્થારૂપ વિપાકવાળા કર્મ આત્માને પીડા અને અનુગ્રહરૂપ ફળ આપીને ખાધેલા ખોરાકના વિકત પરિપાકની પેઠે પછીથી છુટી જાય છે, અર્થાત્ આત્માથી દૂર થઈ જાય છે. પિતાની સ્થિતિ પૂરી થવાથી ફરીને ત્યાં સ્થિરતા કરતા નથી. કહેવાને આશય એ છે કે વિપાકથી કર્મોની નિર્જરા થાય છે-કમને થોડા થોડા અંશરૂપથી આત્માના પ્રદેશ સાથેના સમ્બન્ધને વિરદ થાય છે. નિર્જરા અને મોક્ષમાં એ જ ભિન્નતા છે કે સંચિત કર્મોને ઘેાડે નાશ થવે તે નિર્જર, અને તેને સર્વથા નાશ થે તે મેક્ષ છે. વિપાકજા અને અવિપાકજાના ભેદથી નિર્જરાના બે પ્રકાર માનવામાં આવે છે. ઉદયનું નામ વિપાક અને ઉદીરણાનું નામ અવિપાક છે. સ્થિતિ પૂર્ણ કર્યા વિના કરેલા કર્મો જે ફળ આપે તેનું નામ ઉદીરણ છે. સંસારસાગરમાં અનાદિ કાળથી ગોથાં ખાનાર આત્માની સાથે ક્ષીર-નીર–પ્રમાણે સંબંધમાં આવેલાં શુભ અને અશુભ કમેને યથાયેગ્ય રીતે પિતાના સમય ઉપર પ્રાપ્ત ફળના ઉપગથી સ્થિતિને ક્ષય થતાં જે આત્માથી તેની નિવૃત્તિ થઈ જાય છે તે વિપાકજા નિર્જરા છે. જે કર્મને ઉદયકાળ આવ્યું ન હોય તે કર્મને ઓપદ્ધમિકનક્રિયા-વિશેષના પ્રભાવથી ઉદયમાં લાવીને ખપાવી દેવું તેનું નામ અવિપાકજા નિર્ભર છે. જેવી રીતે આંબા તથા પનસની ડાળીમાં લાગેલું ફળ તે પિતાના સમય પર પાકીને ટુટી જાય છે, તેની માફક વિપાકજા નિર્ભર છે. તેનાથી આત્માનું કે પ્રકારે હિત થતું નથી. જે ફળનો વિપાકકાળ પ્રાપ્ત
શ્રી વિપાક સૂત્ર