Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
આદિની સાથે પાત્રમાં અથવા મુખમાં મેળવી દેવું, તે પાનસયેગાધિકરણ છે, અર્થાત્આહાર પાણી આદિકને બીજા આહાર-પાણી વગેરેની સાથે મેળવી દેવું તે ભકતપાનસયેાગાધિકરણ છે. વસ્ત્ર-પાત્ર આદિને લાલ, પીળા આદિ રંગેની સાથે તથા શાભા માટે તેના એક ભાગને ખીજા વસ્ત્રોની સાથે તથા અનેક રંગવાળા દ્વારાઆની સાથે જોડી દેવું તે ઉપકરણ-સ યાગાધિકરણ છે.
(૪) નિસર્ગાધિકરણ—ત્યાગ કરવા અને છેડી દેવું તેનું નામ નિસર્ગ છે, નિસર્ગરૂપ અધિકરણનું નામ નિસર્ગાધિકરણ છે, અને તે ત્રણ પ્રકારના છે, (૧) કાયનિસર્ગાધિકરણ, (૨) વાનિસર્ગાધિકરણ, (૩) અને મનાનિસર્ગાધિકરણ ઔદારિક આદિ શરીરને અવિધિથી ત્યાગ કરવા શસ્ત્ર આદિથી ઘાત કરીને ત્યાગ કરવા, અગ્નિમાં પડીને ખળી મરવું, પાણીમાં ડૂબીને મરણ પામવું, ગળામાં ફાંસી નાંખી પાતાની હત્યા કરવી-વગેરે લાવિરુદ્ધ અપમૃત્યુના અકારણે થી પેાતાના શરીરનેા નાશ કરવા, તે કાયનિસર્ગાધિકરણ છે ૧. વચનની માઠી પ્રવૃત્તિ કરવી, ખીજા માણસાને હિંસાદિક પાપકમ કરવાના ઉપદેશ આપી પ્રેરણા કરવી તે વાઙૂનિસર્ગાધિકરણ છે ૨. માનસિક માટી પ્રવૃત્તિનું નામ મનેનિસર્ગાધિકરણ છે ૩ અહીં બાહ્ય વ્યાપારની અપેક્ષાથી મન, વચન અને કાયામાં અજીવાધિકરણતા કહેવામાં આવે છે. જીવાધિકરણમાં આત્માના હલન-ચલનરૂપ અન્તજંપાની અપેક્ષાથી મન, વચન અને કાયાનું ગ્રહણ કરવામાં આવ્યું છે. મૂલગુણનિનામાં મન, વચન અને કાયાના આકારમાત્રનું ગ્રહણ કર્યુ છે
.
ભાવાર્થ મજીવાધિકરણના બ્રેકરૂપ મૂલગુણ નિનામાં, તથા નિસર્ગાધિકરણમાં, અને જીવાધિકરણના ૧૦૮ એકસે આઠ ભેદોમાં મન, વચન અને કાયાને ગ્રહણ કરવામાં આવેલ છે, એટલા માટે એ પ્રમાણે તેના ગ્રહણ કરવાથી પુનરુક્તિ દોષ આવવાના પ્રસંગ બને છે, આ પ્રકારની જે શકો થાય છે તેના પરિહાર કરવા માટે ટીકાકાર કહે છે કે એવી શકા નહિ કરવી જોઇએ, કારણ કે અજીવાધિકરણના ભેદરૂપ નિસર્ગાધિકરણુમાં મન, વચન અને કાયના આહ્વ વ્યાપારને જ ગ્રહણ કરવામાં આવ્યા છે; મન, વચન અને કાયરૂપ યોગનું ગ્રહણ કર્યું નથી. મનની, વચનની અને કાયાની બાહ્ય માઠી પ્રવૃત્તિનેજ ત્યાં સ્વીકારવામાં-ગ્રહણ કરવામાં આવી છે. નિવત્તનાધિકરણમાં મન, વચન અને કાયાના આકારને ગ્રહણ કરેલ છે. મન, વચન અને કાયાની પ્રવૃત્તિનું ગ્રહણ નથી જીવાધિકરણમાં મન, વચન અને કાયરૂપ યુગ, કે જે આત્માના પ્રદેશેાના હલન-ચલનરૂપ અન્તરંગ પરિણામ છે, તેનુ ગ્રહણ કર્યું છે. યાગ એ શું છે? એ વિષયના ખુલાસા પાછળ કરવામાં આવ્યા છે.
આઠ પ્રકારનાં જે જ્ઞાનાવરણીય આદિ કમ છે, તે સામ્પરાયિક કમ છે.
“ જે જીવ કષાયથી રહિત છે તેને ઇર્ષ્યાપથકના આસ્રવ થાય છે, સામ્પરાયિક કર્માંના થતા નથી”– એ વાત જે પ્રથમ કહી છે તે ઇર્ષ્યાપથ ક શું છે? એ પ્રકારની જિજ્ઞાસાનું સમાધાન કરવા માટે ટીકાકાર કહે છે કે: “ ફળમું ચો= आगमानुसारिणी गतिः सव पन्थाः मार्गः प्रवेशे यस्य कर्मणः, तदीयपथम् " આગમની વિધિપ્રમાણે જે ગમન થાય છે તે ખર્યા છે. તે ઇર્યાં જે કર્મના આગમનને
શ્રી વિપાક સૂત્ર
૧૦