Book Title: Agam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કરે છે, તે વિના તે થતું નથી. એટલા માટે મનથી અથવા તે વચનથી કોઈ પણ
ગથી સંરંભાદિ કરવા સમયે ધ આદિ ચાર કષામાંથી કેઈ એક કષાયને સદ્દભાવ હોવાથી આ ભાવાધિકરણના એક આઠ (૧૦૮) ભેદ થાય છે. આ પ્રમાણે જીવાધિકરણને પ્રસંગ અહીં સુધી કહ્યો છે.
હવે અજવાધિકરણ સંક્ષેપથી કહે છે –
આ અજીવાધિકરણ સંક્ષેપથી ચાર પ્રકારનું છે- (૧) નિર્વતનાધિકરણ, (૨) નિક્ષેપાધિકરણ, (૩) સંગાધિકરણ અને (૪) નિસર્ગાધિકરણ. પ્રાણ, અજીવ-વિષયક આ ચાર અધિકારણેને કરતાં કરતાં રાગ-દ્વેષથી સંપન્ન થઈને સાંપરાયિક કર્મને બંધ કરે છે.
(૧) નિર્વત્તાધિકરણ–નિવર્તન અર્થાત્ રચનાના વિષયભૂત અજીવ દ્રવ્યનાં જે સંસ્થાન આદિક છે તે નિર્વના છે. નિર્વત્તને નામ રચનાનું છે. રચનારૂપ અધિકરણજ નિર્વર્સનાધિકરણ કહેવાય છે. મૂલગુણ-નિર્વના અને ઉત્તરગુણ-નિર્વના, આ પ્રમાણે નિવૃત્તનાના બે ભેદ છે. “મૂરું પાણી પુજય મૂળ, મૂત્રમાર્ઘ સંસ્થાના : પૂ ” અર્થાત–મૂલરૂપ ગુણ તેનું નામ મૂલગુણ છે. અહીં આદિન જે સંસ્થાને છે તે મૂલગુણનું વાચ્ય છે. તે નિર્વ7નાનું અધિકરણ હોવાથી મૂલગુણ–નિર્વ7નાયિકરણ કહેવાય છે. રચનાના વિષયભૂત થયેલ આ મૂલગુણ, કર્મબંધને અધિકરણ થાય છે. ઓદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કામણ, એ પદ્ગલિક પાંચ શરીરનાં આકાર પિત–પિતાની વર્ગણારૂપ ગ્ય દ્રવ્યથી રચાય છે, એ આકારજ કર્મબંધનું કારણ હેવાથી પ્રથમ સમયથી લઈને મૂલગુણનિર્વસ્તનાના અધિકરણરૂપ થાય છે. ઔદારિક શરીરમાં હાથ-પગ આદિ અંગેની, અને અંગુલી વગેરે ઉપાંગોની શુદ્ધિ કરવી. કાન આદિ–અવયને વીંધવું, શરીરના આકારને રચનાવિશેષ કરે તે દારિકશરીરની ઉત્તરગુણનિર્વના છે. વૈક્રિયશરીરના અંગ, ઉપાંગ, કેશ, દાંત અને નખ આદિની જે રચના તે વૈક્રિયશરીરની ઉત્તરગુણ-નિર્વત્તના છે. એ જ પ્રમાણે આહારકશરીરમાં જે અંગ-ઉપાંગ આદિની રચના છે તે પણ ઉત્તરગુણ-નિવર્તાના છે. તેજસ અને કામણ શરીરમાં ઉત્તરગુણનિર્વત્તના સંભાવિત નથી, કારણ કે અહીં અંગ અને ઉપાંગોની રચના નથી. એ પ્રમાણે વચનવગણ અને મને વર્ગણાથી નિપાદિત મન અને વચન પણ આકારવિશેષ છે, તે કારણથી એ મૂલગુણ-નિર્વર્તાનાધિકરણ જ છે. ઉત્તરગુણ-નિર્વિર્તાનાધિકરણતા તેમાં આવતી નથી, કારણ કે ઉત્તરગુણ-નિર્વસ્તૃનાને સંબંધ અંગ-ઉપાંગ આદિ સાથે છે. પ્રાણુ અને અપાન (વાસ)ના વણાયેગ્ય મુદ્દગલદ્રવ્યથી નિષ્પન્ન ઉરસ અને નિ:શ્વાસરૂપ આકાર પણ મૂલગુણનિર્વના છે. શ્વાસોરસમાં પણ ઉત્તરગુણનિર્વર્તનારૂપતા એટલા માટે સંભવિત નથી કે ત્યાં અંગ-ઉપાંગાદિકનો અભાવ છે. આને ભાવ એ કે શરીર, મન અને શ્વાસની રચના થવી તે મૂલગુણનિર્વના છે. ઉત્તર
શ્રી વિપાક સૂત્ર