________________
123
-
- ૧ : ધર્મનો પાયો, સાચી માન્યતા - 117
-
હારી જાય છે અને ગૃહસ્થોને પણ પાયમાલ કરે છે. લક્ષ્મીના મદમાં માતેલા ગૃહસ્થો, પાપી વિષયના કીડા અને લક્ષ્મીના ગુલામ તો હોય જ છે અને તેમાં જો એમને ત્યાગીની મહોરછાપ મળી જાય પછી તો તેઓને જોઈએ જ શું? એક તો છોકરો ઉદ્ધત અને માબાપની શિખામણ પણ એવી મળે પછી એને કમી શી. રીતે ? પાપથી ડરેલા ભયંકર પાપીને પણ, સાધુઓ પાસે શુદ્ધ થવા અને પાપથી બચવા આવવાનો હક્ક છે, પણ લક્ષ્મીમાં છકેલાને, સાધુઓને આંજવા કે દબાવવા માટે સાધુઓ પાસે આવવાનો અધિકાર નથી. શુદ્ધ ટેક તો તમારામાં પણ જોઈએ !
લક્ષ્મીવાન ગમે તેવો હોય તો પણ તે જ ઉન્મત્ત હોય, ધર્મનાશક પ્રવૃત્તિ કરનારો હોય તો અમે તેને સલામ ન ભરીએ.' આટલું અભિમાન તો તમારામાં પણ આવવું જોઈએ. તમારામાં - “અમારે તો અમારા જેવો હોય છતાં પણ જો તે ધર્મનો સોબતી હોય તો જ અમે તેને સલામ ભરીએ.” છે આ ટેક ? શ્રી વસ્તુપાળ તેજપાળે, રાજા વિરધવલને પણ કહ્યું હતું કે “આપ સ્વામી ખરા પણ ચોથે નંબરે. આપની સેવા અને એવી રીતે કરશું કે જેથી અમારા દેવ, ગુરુ અને ધર્મની સેવાને બાધ ન આવે. જે દિવસે એને બાધ આવે તે દિવસે અમે તમને પણ તોડી દઈએ.” આ રીતે, તમે કુટુંબને તો કહી દો કે તમારા પાલન માટે અમે ધર્મ નહિ છોડીએ. સ્નેહીઓને શણગારવા માટે પાપ કરનારા ધર્મ નહિ આરાધી શકે. પૂતળાંને રંગીલાં બનાવવા માટે અને ઠાઠમાઠ માટે કારમાં પાપ કરવાં એ હેવાનિયત છે, અને એ શુદ્ધ ટેકના અભાવને જ આભારી છે. ખરેખર શુદ્ધ ટેકના અભાવે આજે અનેકનાં જીવન બરબાદ થઈ રહ્યાં છે. વ્યવહારથી પણ એવાઓ અદૃષ્ટવ્ય બની રહ્યા છે. જિંદગી જાય તે પહેલાં ચેતો :
બાહ્યાડંબર અને લાલસાના કારણે પચીસની આવક હોય અને પચાસનો ખર્ચ રાખે તે ભીખ ન માગે તો બીજું કરે પણ શું? તે ચોરી ન કરે એ બને જ કેમ ? એ પોતાના માલિકને નિમકહલાલ કઈ રીતે રહે ? એવા શેઠની તિજોરીમાં કાણું પાડે એમાં પણ શી નવાઈ ? છતે ઘરે જેને હોટલમાં જવા જોઈએ, વિના કારણે જેને સિગારેટના ભૂંગળાં ફૂંકવાં જોઈએ અને દસવાર જેને ચા જોઈએ, એ પાપ ન કરે તો કરે પણ શું ? જે આત્માઓના જીવનમાં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org