________________
૨૨૪
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ -
1
પાગલો ભેગા થયા હોય એવું લાગે છે. અમે તો એમની વાતોથી માનતા કે સાધુઓ ચોટા હશે પણ હવે સમજાય છે કે એવું નથી. એ લોકોને દીક્ષાનો વિરોધ નથી પણ એમને ધર્મ જ જોઈતો નથી.” એમને પણ આ વાત સમજાઈ છે. થોડે ઠેકાણે એ નામદારોનું સ્થાન હશે તે પણ પરપોટો ફૂટે એટલી વાર છે. કોઈ જગ્યાએ ઊભા રહેવાનું સ્થાન નહિ રહે. સાધુ કે આગમ માટે ગમે તેમ ન બોલાય :
આજના એ લેખકોમાં દલીલોનાં દેવાળાં છે. જે હોય તે દિક્ષા વિરુદ્ધ જેમ ફાવે તેમ લખે. લખે કે – “સાગરજી આવા અને તેવા. પણ કોઈ પૂછે કે તમે એમને જોયા ? એમને મળ્યા ? એમની વાત જાણી ?' તો કહે ના. ‘ત્યારે શું જાણીને લખો છો ? તો કહે “અમે તો ફલાણાના કહેવાથી લખીએ છીએ.” આવી એમની દશા છે. એને કોઈ એમ કહે કે “તારા બાપ આવા હતા તો એ માની લે ? ના. જો એ પિતાનો ભક્ત હોય તો સામે થાય, નહિ તો હશે !” કહીને સાંભળી લે પણ એની જાત માટે કોઈ કહે તો શું થાય ? લાલચોળ થઈ જાય ને ? તો ભલા આદમી ! તારી જાત માટે તું સહન નથી કરતો તો મહાપુરુષો માટે, શાસ્ત્ર માટે, આગમો માટે બોલવાનો તને હક શો છે ? લેભાગુઓની વાત સાંભળીને શાહુકારને ત્યાં મૂકેલા પૈસા ઉપાડી લેનારને પછી મૂકવાનું સ્થાન નથી મળતું. વ્યવહારમાં પણ આ કાયદો છે. માટે અહીં સાધુ માટે કે આગમો માટે ગમે તેમ ન બોલાય. આ વિષયમાં શાસ્ત્રકાર ભગવંત આગળ શું ફરમાવે છે તે હવે પછી -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org