________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭
માલિકીમાં કલ્યાણ માનવાથી નહિ પણ ન માનવાથી. શ્રી જિનેશ્વરદેવની સેવામાં ફાળો આપ્યો માટે એ સમ્યગ્દષ્ટિ કહેવાણા. ગુણને યોગ્ય ક્રિયા વિના ગુણીને ચેન જ ન પડે.
૨૭૮
પડિક્કમણું કરનારા નવરા નથી :
વેપારી રોજ સાંજે મેળ મેળવે. પેઢી માત્ર કાચે ખરડે ન ચાલે. પાકા ચોપડા, ખાતાવહી એ બધું જોઈએ. બાપદાદાની પેઢી અને માત્ર કાચે ખરડે ચાલે ? ઝાંખી પેન્સિલ અને સડેલા કાગળ અને કાચે ખરડે ચલાવે તો એ પેઢી થોડા સમયમાં ભીખ માગે. કાચો ખરડો તો માત્ર યાદી પૂરતો, બાકી સાંજ પડ્યે પાકા ચોપડામાં કાળીભમ્મર શાહીથી બધું પાકું લખાઈ જાય. નામું લખનારા પણ સારા પગારદાર હોય. ખાતાવહીમાં, નામવાર, તાલુકાવાર, લત્તાવાર ખાતાં રાખે. દીવાળી આવતાં સરવૈયું તૈયા૨. ત્યાં જેમ આ બધું છે તેમ અહીં કાંઈ છે ? કાચો પાકો કોઈ મેળ રાખ્યો છે ? બે વખત પડિક્કમણું એ પણ જીવનનો મોટો મેળ છે પણ એ તો નવરા કરે એમ માન્યું. ન કરે છતાં કરતાં હોય તેને હાથ જોડે તોય ધૂળ નાંખી પણ આ તો પોતે કરે નહિ અને કરનારને નવરાનો ઇલકાબ આપે, ભગતડો કહે અને પોતાને શ્રાવક તથા સમ્યગ્દષ્ટિ કહે તો એ મનાય ? ક૨ના૨ને અંધશ્રદ્ધાળુ કહે અને પોતાને સમજદાર ગણાવે એ ચાલે ?
1976
સભા : વ્યવહારમાં પોતાની શાખ રાખવા એ લોકો બધું કરે છે.
હવે અહીં ધૂનન આવે છે. અત્યાર સુધી આછો ત્યાગ હતો હવે કઠિન ત્યાગ આવશે.
સભા ઃ આછો ત્યાગ હતો માટે આટલા ભેળાં થાય છે.
આછા ત્યાગે ભેળા તો કર્યા પણ પાકા ત્યાગે એ ટકે તો ખરા, અત્યાર સુધી માનવાની વાત હતી હવે તો કહે છે કે માનો છો તો અમલમાં મૂકો. નથી મુકાતું તેને મુકાવવાનો પ્રયત્ન છે. આચારાંગમાં ધૂનનનો ક્રમ છે. કર્મધૂનન માટે બધાં ધૂનન છે. ધૂનન મોક્ષે જવા માટે છે. સંસારમાં દુઃખ છે માટે મોક્ષે જવું છે. સંસારમાં સુખ હોય તો સાબિત કરો. સંસારની ચારે ગતિનું દુઃખ ગ્રંથકાર પહેલાં બતાવી ગયા. સંસારમાં સુખ હોય તો બતાવવાનું આહ્વાન કર્યું હતું અને છે એમ માનનારા કોઈએ બતાવ્યું નહિ, હોય તો હજી પણ બોલો. માટે સાબિત થાય છે કે તમે પણ સંસારમાં સુખ તો માનતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org