Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 07
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 287
________________ ૧૮ઃ જ્યાં ભાવના લુકની ત્યાં સમ્યગ્દર્શન નહિઃ 1134 J-131 વિ. સં. ૧૯૮૭ માગસર સુદ-૧૨ શુક્રવાર તા. ૧૩-૧૨-૧૯૨૯ • ગુણ ગમે તો ગુણીની પૂજા થાય : • એ અધ્યાત્મભાવ નહિ પણ અંધાત્મ-ભાવ છેઃ • ઘસડાવું અને ધસવું એ બેમાં ફેર છે : • આગમ વાંચવાની તમને મનાઈ કેમ ? • ધર્મીનો ગમો એ અધર્મીનો અણગમો : ૯ ધૂનનમાં કચરો કાઢવાનો છે : • સારી ચીજ આંખો મીંચીને પણ લેવાય : ૭ શાસ્ત્રો ને ચરિત્રોમાંથી ઊંધું શોધનારા : • ઘસડાય જાય એ ઉકાળે શું? ૦ એ ભગવાનની આશાતના છે : • વાંઝણી ભાવના નકામી : ૧ કરડા શબ્દો કોને કહ્યા છે ? • સમ્યગ્દષ્ટિ ક્રિયાને વર્ષે નહિ : ૦ બાળકોમાં સંસ્કાર ન પાડો એ તમારી ખામી : વિષયઃ સમ્યગ્દર્શનની સાથે આચાર જરૂરી. કોરી ભાવના કામ ન લાગે. ભાવના ખૂબ સારી હોય પણ એ સારી ભાવના પણ જો આચરણમાં ન મૂકાય તો. ભલીવાર ન આવે. ગુણ ગમે તો ગુણીને જોઈ તરત શિર ઝૂકવું જોઈએ, એની હૈયાથી અનુમોદના થવી જોઈએ અને શક્તિ પ્રમાણે એ ગુણને સ્વ-જીવનમાં અપનાવવા માટે જરૂરી પ્રયત્ન તો થવો જ જોઈએ. જિનેશ્વર દેવ અને સદ્ગુરુની પૂજા-સેવા તેમજ જિનવાણીનું શ્રવણ જેવા આચારો તો અનિવાર્ય છે. એ ન કરે અને એમાં “ચાલે' એમ બોલે એને સમકિતી કઈ રીતે કહી શકાય ? આ પ્રધાન સૂર સાથે વણાયેલ આ પ્રવચન જેમ જેમ આગળ વધે છે, તેમ અનેક અવાંતર પ્રશ્નોનાં સમાધાન પણ સમર્પે છે. ક્રિયા ન કરવી અને ધ્યાનનો ડોળ લઈ બેસવું એ અધ્યાત્મ નથી, પણ અંધાત્મ છે. એવા સુંદર શબ્દોની રમઝટથી આ પ્રવચન ખૂબ જ રમણીય બન્યું છે. ଏଯାଏ । • જે ગુણને ચાહો તે ગુણને જીવનમાં ઉતારો તો જ ગુણ ખીલે, નહિ તો આવેલો ગુણ ચાલ્યો જાય. • માન્યતા દિવસે દિવસે વર્તનમાં ન આવે તો એને સાચી માન્યતા કોણ કહે ? • નિશ્ચયનયની ભાવનાવાળો વ્યવહાર ક્રિયાનો કદી ઉચ્છેદ ન કરે. • છ ગુણઠાણે આવશ્યકને કોરાણે મૂકી ધ્યાનનો ડોળ કરે, એ મિથ્યાદષ્ટિ છે. • પ્રભુપૂજા પણ વિધિપૂર્વક કરે એ અધ્યાત્મ છે. આત્માને નિર્મળ કરે એવી બધી ક્રિયા અધ્યાત્મ છે. • શ્રી જિનેશ્વર દેવની મૂર્તિને જો ભગવાન માનો તો એને પૂજાય પણ રમાડાય નહિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314