Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 07
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 306
________________ ૨૯૦ – આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭ –- 1993 ગૌરવ જળવાય એ રીતે જીવવું જોઈએ. હજારોની સલામી ઝીલનારો એલફેલ બોલે તો તો જુલમ થઈ જાય. હજારોનું માન મેળવનારો ગંભીર બને એ વ્યવહારનો કાયદો. તો પછી અનંતા તીર્થકર જેને નમ્યા, વર્તમાનના તીર્થકરો જેને નમે છે અને ભવિષ્યકાળના તમામ તીર્થકરો જેને નમશે એ સંઘે પોતાનું ગૌરવ કેટલું સાચવવું જોઈએ ! પરમાત્મા પણ સંઘ સ્થાપતાં પહેલાં તીર્થને નમે છે, કેમ કે તીર્થ શાશ્વત છે. એવું શાશ્વત તીર્થ જેને પરિણમે તે શ્રી સંઘ, અને ન પરિણમે તે સંઘ નહિ. આપણે ત્યાં પદની પૂજા માની છે : તીત અને ઇતિ તીર્થમ્: જેનાથી તરાય તે તીર્થ. જેના હૈયામાં તીર્થ તે પૂજ્ય. શ્રીમાન કોણ ? જેની પાસે શ્રી હોય છે. શ્રી એટલે લક્ષ્મી. ખાલી હોય છતાં પોતાને શ્રીમાન કોઈ કહેવડાવે તો ભલે, પણ લોક તો એને ઠંઠણપાળ કહે. સમાજમાં એની કિંમત નહિ. જૈનશાસનનો એક એક કાયદો એવો છે કે એ મનાય તો ક્યાંય વાંધો ન આવે. તીર્થકર તીર્થને નમીને જનતાને સૂચવે છે કે તીર્થ તો મારે પણ પૂજ્ય છે. તીર્થ જ્યાં રહેલું હોય એ પણ પૂજ્ય. તીર્થંકર પણ બન્યા છે તો તીર્થના યોગે ને ? વર્તમાનમાં પણ વિધિ છે કે આચાર્ય જ્યારે પોતાના શિષ્યને આચાર્ય બનાવે, તેને પદ ઉપર આરોપણ કરે કે સૌથી પહેલાં પોતે જ એને વાંદે. જનતાને જણાવે કે આચાર્યપદ મને પણ પૂજ્ય છે, માટે જ્યાં આચાર્યપદ હોય ત્યાં તમે તેને પૂજો. આમ તો આચાર્યનો એ શિષ્ય છે. પોતે ભણાવેલો છે, છતાં એક વાર પોતે વાંદે કે જેથી જોનારને એમ થાય કે પૂજ્ય આચાર્ય ભગવંત જેવા આમને નમે તો અમે કેમ ન નમીએ ? શિષ્યમાં જ્યાં આચાર્યપદનો આરોપ કે તરત એને પાટ પર બેસાડીને પોતે નીચે ઊતરી શિષ્ય જેમ ગુરુને વાંદે તેમ પોતે એ શિષ્યને વાંદે. જોનારને થઈ જાય કે જોયું! કાલ સુધી જે પગ પાસે બેસતો હતો તેને આજે ખુદ આચાર્ય નમ્યા, તો પદની કેટલી મહત્તા ! આચાર્યપદ મોટાને જ અપાય એવો નિયમ નથી. હજારો શિષ્યોમાંથી કોઈ નાનામાં લાયકાત હોય તો એને પણ અપાય. હવે બીજા કંઈક પર્યાયમાં એનાથી મોટા પણ હોય તે એને નમે છે એટલે ખુદ આચાર્ય નમે એટલે બધા નમે. પદ આવ્યું એટલે નાનાપણું ગયું અને મોટાપણું આવ્યું. બધાને થાય કે ખુદ ગુરુ નમે તો આપણે કેમ ન નમીએ ? આપણે ત્યાં પદની પૂજા માની છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 304 305 306 307 308 309 310 311 312 313 314