Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 07
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 311
________________ 2009 --- ૧૯ : સંઘ' વગેરે શબ્દોના અર્થ સમજો ! - ૧૩૫ – ૨૯૫ સંઘનું સ્વરૂપ સમજાવવા હવે સંઘસૂત્ર : જેમાં તીર્થ તે પૂજ્ય. તીર્થ કોને કહેવાય, સંઘનું સ્વરૂપ શું એ બધું તમને સમજાવવું છે. ધૂનન સારી રીતે થાય માટે જ એ બધું કહેવાનું છે. માનો ને કે ધૂનન ચાલુ જ છે. સાંકળ સંકલિત જ છે. પ્રાર્થના સુત્રની જેમ હવે સંઘસત્ર ચાલશે. અત્યાર સુધી શાસ્ત્રનું જ બોલ્યો છું. ઘરનું બોલવાનો તો અધિકાર પણ નથી. સંઘનું સ્વરૂપ સમજાવવા માટે તમને “નંદીસૂત્ર'નાં અને “સંબોધ પ્રકરણ'નાં પાનાં દેખાડીશ. લોક વિરોધ કરે એ ન થાય એવો જો કાયદો હોય તો તમારા મતે હરિશ્ચંદ્ર મહાપાપી ને ? બધા કહે કે મૂર્ખા, છતાં એ ન પલટાયો. એણે બાજી પલટી હોત તો આજે એનું નામ તમે યાદ કરત? દરેક કાળમાં સત્યની સામે, સત્ય કહેનારની સામે લોકવિરોધ જીવતોજાગતો છે જ. ધર્મી તે કે જે લોકવિરુદ્ધ ન કરે અને લોકના વિરોધનો ભય રાખી ધર્મનો ત્યાગ ન કરે. આ વિષયમાં શાસ્ત્રકાર આગળ શું ફરમાવે છે તે હવે પછી - સંઘના સ્વરૂપને દર્શાવતાં ૧૧૮ જેટલાં પ્રવચનો પૂજ્યપાદશ્રીએ વિ.સં. ૧૯૮૬ માગસર સુદ ૧૪, રવિવાર ૧૫-૧૨-૧૯૨૯ થી વિ.સં. ૧૯૮૭, ચૈત્ર વદ ૦)) સોમવાર તા. ૨૮-૪-૧૯૩૦ સુધીમાં કરેલાં જે સંઘરવરૂપદર્શન ભાગ ૧થી ૫ તરીકે છપાયેલાં છે. તત્કાલીન સંઘની પરિસ્થિતિનો તાદશ ચિતાર જોવા એ પ્રવચનોનું વાંચન અનિવાર્ય છે. - સંપાદક નોધ : ભાગ-૧થી ૭નાં કુલ-૧૩૫ વ્યાખ્યાનો પૂજ્ય પ્રવચનકારશ્રીજીએ મુંબઈ લાલબાગ ખાતે વિ.સં. ૧૯૮૫ના ચાતુર્માસ દરમ્યાન કરેલાં. જે આ ૭મા ભાગના ૧૯મા વ્યાખ્યાને પૂર્ણ થાય છે. ત્યારબાદ વિ.સં. ૧૯૮૦ના ચાતુર્માસમાં એ જ લાલબાગના આંગણે આચારાંગનાં વ્યાખ્યાનો ફરી શરૂ થયાં, જે ૮મા ભાગથી આગળના ભાગોમાં સંગૃહીત કરાયાં છે, જેનું પ્રકાશન હવે પછી થશે. – સંપાદ૬, (શ્રી આચારાંગસૂત્ર (ધૂતાધ્યયન)નાં વ્યાખ્યાનો સાતમો ભાગ સમાપ્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 309 310 311 312 313 314