Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 07
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 290
________________ ૨૭૪ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭ – – 1990 રક્ષણ કરવું એ તો એથી પણ કઠિન છે, અને એને ઠેઠ સુધી ટકાવવો એ તો વળી મહામુશીબતની વાત છે. સંસારમાં રહીને ધર્મ સાધવો, અઢાર પાપસ્થાનકના કિલ્લામાં રહીને આત્માને બચાવવો એ કાંઈ નાનીસૂની વાત નથી. મોહની પ્રકૃતિ એવી છે કે પહેલાં મીઠું બતાવે અને પછી ફટકા મારે. ધર્મ પહેલાં કડવું બતાવે પણ પછી મીઠાં ફળ ચખાડે - માટે જ ભવાભિનંદી જીવોને ભવ ભદ્રંકર લાગે છે અને ધર્મ ભયંકર લાગે છે. સંસારના પિપાસુને સંસાર સારો લાગે કેમ કે ખાવું, પીવું, પહેરવું, ઓઢવું એ એને ગમે છે. ભવાભિનંદીને ભવ ગમે, ધર્મ ન ગમે. ભવને મીઠો માન્યો છે માટે એ ગમે છે. વિષયનું સુખ એણે મીઠું માન્યું છે, ભલે ભવિષ્યમાં એ ઝેરમાં પરિણમે, નસો ખેંચાય અને પ્રાણ જાય. ત્યારની વાત ત્યારે. ધર્મ કરવામાં નસો પહેલાં ખેંચાવાની પણ પછી શાંતિ. સમ્યક્ત માત્ર માન્યતામાં જ છે અને એના માટે કરણી જ નથી એમ ન માનતા. માન્યતા દિવસે દિવસે વર્તનમાં ન આવે તો એને સાચી માન્યતા કોણ કહે ? સમ્યક્તની સ્પર્શના કબૂલ્યા પછી ગુણમાં વાંધો હોય ? દુન્યવી પદાર્થો અસ્થિર છે, શરીર અનિત્ય છે, નક્કી જવાનું છે, રંગરાગ, મોજમજા વગેરે આત્મા માટે અનિષ્ટ છે, લાભકર નથી, આવું જેને અસ્થિમજ્જા થાય એનું જીવન સંસારમાં કેવું લખ્યું હોય ? રખ્યામાં ઘી જેવું હોય. રખ્યામાં ઘી પડે તો પણ એનો પિંડો ન વળે. આટામાં ઘી પડે તો પિંડો વળે. તમે રખા જેવા નથી, આટા જેવા છો. સમ્યગ્દષ્ટિ સંસારમાં ન લેવાય. સમ્યગ્દષ્ટિ તો એવો બની જાય કે ઘરનાને ભારરૂપ લાગે, અને એવું થાય તો જ મનાય કે ધર્મ પરિણમ્યો. આમ બને તો જ સહવાસીઓનો મોહ પણ આપોઆપ છૂટે, અને તો એનો છૂટવાનો માર્ગ પણ સહેલો થાય. જે ક્ષણે સંસાર છોડી નીકળવું હોય તે ક્ષણે તરત નીકળી શકાય. સારી ચીજ આંખો મીંચીને પણ લેવાય : શાસ્ત્ર કહે છે કે વૈરાગ્ય ન આવે તો સંસારના વિષયકષાયથી છૂટવા જે પણ કરવા જેવું હોય તે બધું જ કરાય. ચીજ સારી માન્યા પછી આંખો મીંચીને પણ લેવાય. ઔષધ તો કમનથી પણ સેવાય. ખોટું લાગ્યું તેને છોડવામાં અને સારાના સ્વીકારમાં જરૂર પડે તો ઝપાપાતની પણ છૂટ છે. શ્રી નંદિષણમુનિને દેવીએ પણ ભોગાવલી બાકી છે એમ જણાવ્યું, ભગવાને પણ એમ જ કહ્યું હતું પણ શ્રી નંદિષેણે ભોગાવલીને ગણ્યા નહિ. વ્રતને જાળવવા માટે ઝપાપાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314