________________
1905 –– ૧૯: “સંઘ' વગેરે શબ્દોના અર્થ સમજી ! - ૧૩૫ – ૨૮૭ માન્યો છે તો એ પૈસા પાછળ નાના મોટા સૌની ચોવીસે કલાક પાર વિનાની ધમાલ છે ને ? ધંધો ન મળે તે નોકરી માગતા આવે છે પણ કોઈ નોકર શેઠ પાસે એવી શરત નથી મૂકતો કે તમારે શેઠ થવું હોય તો મારા જેવા થાઓ !
જ્યારે અહીં તો કહે છે કે અમારી પાસે ધર્મ કરાવવો હોય તો મહારાજ અમારું મોં જુએ, અમારા વલણ મુજબ ધર્મના નિયમોમાં બાંધછોડ કરે ! આનું કારણ એ છે કે ધર્મની ગરજ નથી. ધર્મ વિના આત્માનું શ્રેય નથી, એ વાત કરી નથી. કહે છે કે “દેવ ગુરુ ધર્મ અમારા જેવા બને' પણ એ વાત કેમ પાલવે ? એવું ક્યારેય બન્યું છે ? તમે છો તેવું શાસ્ત્ર બને તો તમારામાં અને એનામાં ફરક શો ? એવા શાસ્ત્રને સાંભળવાની ગરજ ક્યાં રહી? સાંભળવાની જરૂર તો ત્યારે કે તમે જે કરતા હો તેમાં રહેલી ખામી બતાવે, “આ થાય ને આ ન થાય એવું માર્ગદર્શન કરાવે. તમે જુઠું બોલો, ચોરી કરો તેમાં પણ હા એ હા' કરે તો એવા શાસ્ત્રની જરૂર જ ક્યાં છે ? એ તો તમે કરી જ રહ્યા છો.
સામાન્ય બુદ્ધિવાળો પણ એ ન કહી શકે કે જમાના જેવું શાસ્ત્ર જોઈએ, કાળ તેવો વર્તાવ જોઈએ. દેશકાળ પ્રમાણે શાસ્ત્ર હોય તો એ શાસ્ત્ર નિદ્માણ છે. દેશકાળ તો કાયમના છે. એમાં રહેલી અયોગ્યતા માટે તો શાસ્ત્ર છે. જે દેશમાં હિંસામાં પાપ ન મનાય ત્યાં હિંસામાં વાંધો નહિ એમ ? તમને શરીરનો મોહ અને શાસ્ત્ર પણ શરીરની સેવામાં જ ધર્મ બતાવે તો એવા શાસ્ત્રની જરૂર જ શી ? એમાં તો તમે પાવરધા છો. અધૂરા જ્ઞાની હો ત્યાં સુધી સર્વજ્ઞના વચનમાં સ્થિર બનો ! એ વાતો સાંભળવા જેવી નથી :
આજે એક જણ વળી એવી વાત કરે છે કે ભગવાન મહાવીર હતા ત્યાં તો બધા આવતા હતા. અમે પણ કહીએ છીએ કે હા, બધા આવતા હતા. ત્યાં તો વાઘ, વરુ અને સર્પ પણ આવતા હતા. તો હવે અહીં બોલાવવા છે એમ ને ? એક સાપ અહીં નીકળે તો બેસી રહેવાના કે ભાગાભાગ કરવાના ? એવા મુખે પાક્યા છે કે પોતાની વાત સિદ્ધ કરવા ભગવાન મહાવીરદેવને વચ્ચે લાવે છે. પણ એમના અતિશય કયા ? ખડ્રગ ખેંચીને આવેલો પણ ત્યાં ખડ્રગ મ્યાન કરે અને શાંતિના સાગરમાં ઝીલે. ક્રોધી શાંત બને, હિંસક અહિંસક બને, જાતિવૈર ધરાવનાર પ્રાણીઓ પણ પરસ્પર ભેટે એવા ભગવાનના અતિશય છે. એ વાત એ વિચારતા નથી. કહે છે કે આજે બધું કેમ ન આવે ? પણ બધાને ભેગા કરી મારામારી કરાવવી છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org