Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 07
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 302
________________ ૨૮૬ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭ – – 19મ અને એ એવી દયા કરે કે એથી પારકી દયા આપોઆપ આવે. હિંસામાં, જૂઠમાં, ચોરીમાં પરના નાશ સાથે એ પોતાનો નાશ માને છે, પરના અહિત સાથે એ પોતાનું અહિત માને છે, ચારને ઠગવામાં એ પોતાને ઠગાયો માને છે. આવું માન્યા પછી એ વર્તાવ કેવો કરે ? અઢાર પાપસ્થાનકમાંથી એક પણ પાપસ્થાનકમાં એ સુખ ન માને. આ નિશ્ચય થાય એટલે આત્મા પાપથી પૂજે. કજિયાનું મૂળ શોધો : શ્રી સિદ્ધગિરિજીના સ્તવનમાં કવિએ ગાયું કે – “બાપલડાં રે પાતિકડાં તમે શું કરશો હવે રહીને રે,” શ્રી સિદ્ધગિરિ જેવું તીર્થ મળ્યું, ઋષભદેવ જેવા તારક દેવ મળ્યા, પછી તમારો ભય શો છે ? મોટાનું શરણ લીધા બાદ નાદાનના શરણે કોઈ ન જાય, તેમ હવે મરે તે હા પણ પાતિકડાંના શરણે ન જાય. જે પોતાની દયા ન કરી શકે તે પારકાની ન કરી શકે. મુનિ ચોરપગલે ચાલે જેથી પગ નીચે કોઈ જંતુ ન આવી જાય, કેમ કે જંતુના ઘાતમાં એણે પોતાનો ઘાત માન્યો છે. પરનો ઘાત એ પોતાનો લાગે તો જ એ બને. સ્વદયામાં પરદયા કયારે આવે? પરના ઘાતમાં પોતાનો ઘાત માને તો! જ્ઞાનીએ કહેલી વાતને સ્વીકારે તો ! લોકને શાસ્ત્ર તરફ વળવું હોય તો વળે પણ લોક વળે તે બાજુ શાસ્ત્રને વળાય નહિ. આજે તો કહે છે કે જમાનાને અનુસરીને હવે નવાં શાસ્ત્રોની રચના થવી જોઈએ. પણ તો પછી શાસ્ત્રની જરૂર શી છે?પછી તો એ શાસ્ત્ર જ ન કહેવાય, પણ લોક જે કરતું હતું તેની નોંધ કહેવાય. લોક વર્તે એમ શાસ્ત્ર કહે તો શાસ્ત્ર લખવાની અગત્ય જ નથી. આપણા વલણ તરફ શાસ્ત્રને વાળો એવો આજનો ઘોંઘાટ છે અને કજિયાનું મૂળ અહીં જ છે. એ મૂળનો ઉપાય કર્યા વિના બીજાં બધાં તો ફાંફાં છે. કેટલાક કહે છે કે “જવા દો પંચાત, એવાની સાથે કયાં અથડામણમાં આવીએ !” તેમને કહો કે “અલ્યા ભાઈ ! એમના ઘરમાં પથરા ફેંકતા હોત તો ધૂળ નાંખી પણ આ તો તમારા ઘરમાં ફેંકે છે. હજી કાચ ફૂટ્યા નથી ત્યાં સુધીમાં ચેતો અને અવાજ કરો, બાકી ફૂટ્યા પછી બોલવા જશો તોય શું? નુકસાન તો થઈ ગયું! દેશકાળ પ્રમાણેનાં શાસ્ત્રો તો નિષ્ણાગ છે : જે દૃષ્ટિ કેળવાવી જોઈએ તે કેળવાતી નથી. એક વસ્તુનો અમલ ન થાય એ જુદી વાત છે પણ તેની ચિંતા તો રોજ થવી જોઈએ. જગતે પૈસાને સારો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314