________________
19
- ૧૯ : “સંઘ વગેરે શબ્દોના અર્થ સમજો ! - ૧૩૫
–
૨૮૫
સભા : ફિજુલ સાહિત્ય વિકથામાં જાય ?
નામ જ ફિજુલ સાહિત્ય, પછી એમાં પૂછવાનું શું ? પ્રમાદથી દૂર રહીને આ શાસ્ત્ર સાંભળવાનું છે. એમાં તજવાની વાત આવે ત્યાં ટકનારા ઓછા. સમ્યક્ત દૃઢ કરવાની જરૂરત છે. ખરા સમયે ભાગે તે સુભટ નહિ. ચુનંદા સુભટ હોય છે એ જ સમયે ટકે. અવસરે ઊભો ન રહે તેવા નોકરને પગાર અપાય ?
સભા : સમ્યક્ત થયા પહેલાં સુભટપણું આવે?
હા, આવે. સત્યનો ખ્યાલ નથી એટલે મિથ્યાત્વ હોય પણ શૌર્ય ન હોય એમ નહિ. શૌર્ય ઝળકે, ઊછળે એટલે એકીસાથે મિથ્યાત્વ અને અવિરતિ પણ ચાલ્યાં જાય. નદીમાં પૂર વેગથી આવે તો કિનારો તોડીને ઝાડ પણ ઉખેડી નાખે. સન્માર્ગ આરાધવાની લગની ઉત્પન્ન થવી જોઈએ. ઇતરનું ધ્યેય પોલું છે ?
માર્ગાનુસારીમાં સન્માર્ગની લગની કમ નથી. ઇતરમાં પણ ત્યાગ નથી ? મિથ્યાષ્ટિમાં પણ એવા ત્યાગી પડ્યા છે, એવા તાપસો હોય છે, જે પંચાગ્નિ તપ કરે છે, પણ એમના તપ ત્યાગનું ધ્યેય ખોટું છે. વીર્યનું ફોરવવાપણું તો ત્યાં પણ છે. જો સાચી દિશા હાથમાં આવે તો એ તરી જાય. એ પણ સુભટ તો છે પણ ઉન્માર્ગે છે. સુભટ હોય અને સમ્યક્ત આવે તો કમી શી રહે ? સુભટપણું હોય કે ન હોય તોય સમ્યક્ત આરોપાય. અર્થાતુ પછી પણ સુભટપણું આવે. ધ્યેય વગર બળવાન પણ માર્ગથી ખસી જાય. ઇતરનું ધ્યેય પોલું છે. એના ત્યાગમાં ધ્યેય એ કે આ ત્યાગથી અપ્સરા મળે. હવે એ અપ્સરા જો અહીં મળી જાય તો એનો ત્યાગ મુકાઈ જાય. માર્ગાનુસારી પણ સત્યનો ગવેષક છેઃ
માર્ગાનુસારી પણ સુભટ કહેવરાવવા લાયક છે, કેમ કે એ શ્રી સત્યનો ગવેષક છે. સત્ય દેખાય ત્યાં એ વળશે એવો છે. ધૂનનની વાત પહેલાં સમ્યના ગુણો પ્રગટેલા હોવા જોઈએ. સમ્યક્તનાં પાંચ લક્ષણમાં પછીનાં ચાર ઓછાં હોય તો ચાલે પણ આસ્તિકચ તો મજબૂત જોઈએ: એ મજબૂત હોય તો એને સંવેગ તથા નિર્વેદ ન આવે તો પણ એ માટે એનો પશ્ચાત્તાપ ચાલુ હોય, કેમ કે શ્રદ્ધા પૂરી છે, તેથી સંવેગ તથા નિર્વેદને આવ્યા વિના છૂટકો નથી. જેટલું આસ્તિક્ય નબળું એટલા બીજા ગુણો નબળા.જેનામાં આસ્તિક્ય પ્રગટે એનામાં પોતાની દયા આવે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org