Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 07
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 293
________________ 1es - ૧૮ : જ્યાં ભાવના લુખી ત્યાં સમ્યગ્દર્શન નહિ - ૧૩૪ - ૨૭૭ ઇંદ્રિયો રખડતી હોય અને સંયમનું ઠેકાણું ન હોય એને ધ્યાન આવે ? વીતરાગની મૂર્તિ સામે છતાં આનંદ ન આવે, પ્રતિક્રમણમાં રસ ન આવે, સામાયિકમાં મજા ન આવે એને ધ્યાનમાં મજા આવે ? મજા આવવાને બદલે ઊંઘતો હોય તો ભલે. છદ્દે ગુણઠાણે આવશ્યકને કોરાણે મૂકી ધ્યાનનો ડોળ કરે, એ મિથ્યાદષ્ટિ છે. એ અધ્યાત્મભાવ નહિ પણ અંધાત્મભાવ છે : સભા: એનામાં અધ્યાત્મભાવ આવી ગયો હોય તો ? એ અધ્યાત્મભાવ નહિ પણ અંધાત્મભાવ છે. પરમાત્માએ બતાવેલી કઈ ક્રિયામાં અધ્યાત્મ નથી ? પ્રભુપૂજા પણ વિધિપૂર્વક કરે એ અધ્યાત્મ છે. આત્માને નિર્મળ કરે એવી બધી ક્રિયા અધ્યાત્મ છે. અધ્યાત્મભાવના નામે પૌદ્ગલિક લાલસા પોષનારો તો મિથ્યાદૃષ્ટિ છે. શરીરની નસને કૂણી રાખવા ત્રણ શેર દૂધ પીવે અને ધ્યાન કરે એ અધ્યાત્મી છે ? એ શાનું ધ્યાન કરે ? નિશ્ચયના ધ્યેયવાળો વ્યવહાર ક્રિયાને લંઘે એમિથ્યાદષ્ટિ છે. કેટલાક કહે છે કે -મૂચ્છમાં પરિગ્રહ છે, રાખવામાં નથી, માટે એકને બદલે દશ રાખવામાં વાંધો નથી, પરંતુ એ દશ એ દશ રાખવા એ જ મૂચ્છ. ગૃહસ્થ કહે કે મારી પાસે લાખ રૂપિયા છે પણ મને એના પર મૂચ્છ નથી, તો એ મનાય ? જ્ઞાનીએ ફરમાવેલી વિધિ મુજબ રાખેલી ચીજમાં મૂચ્છ ન રાખે તે અપરિગ્રહી, પણ વિધિ કરતાં અધિક રાખે તો? આગમ વાંચવાની તમને મનાઈ કેમ ? શાસ્ત્ર તો કહ્યું કે હૃદયમાંથી રાગ નીકળી જાય તો પછી દુનિયાની કોઈ ચીજ બંધનરૂપ નથી, પરંતુ આ તો એવું લઈ પડ્યા કે સંસારમાં રહેવાય અને સાધુથી ઊંચા કહેવરાવાય તો વાંધો શો ? વિરતિના પરિણામવાળા ગૃહસ્થને પણ શાસ્ત્ર વિરતિધર તરીકે પુજાવા નથી દીધો. સભા : આ તો સંસારમાં રહેવામાં કાંઈ હરકત ન નડે એવું શોધાય છે. કારણ, પોતે પોતાને જાણકાર માને છે, પરંતુ સદ્ગુરુ મળે તો જાણપણાની સાચી ખબર પડે. દરેક આત્માને સારા કહેવરાવવું ગમે છે. કોઈને સંસારનો પિપાસુ કહું તો તરત ખોટું લાગે છે. કહેવાનું વિરાગી છતાં રાગની ક્રિયામાં વાંધો ન આવે એવું શોધવું છે. આગમ વાંચવાની તમને મનાઈ કરી એનો હેતુ એ કે શાસ્ત્રકારો જાણતા હતા કે આધિ, વ્યાધિ, ઉપાધિમાં પડેલા અને અર્થકામના સંગી જ્યાં જાય ત્યાં શોધવાના શું ? શાસ્ત્રમાં એક ઠેકાણે કહ્યું કે અર્થકામ અનર્થના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314