________________
૨૭૦
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭
–
1978
કરવાના પાપના ભાગીદાર આપણે છીએ. એ પાપની ભાગીદારી આપણા ખાતે ન ઊધરે એની કાળજી રાખો, નહિ તો એ ઊધરેલું પછી પૂરું કોણ કરશે ? થોડેથી પતાવો નહિ તો લાંબું થયે લાંબા થવું પડશે. ધૂનનમાં સૌ પ્રથમ સ્વજન ધૂનન :
સંસારનું દુઃખ મટાડવા માટે ધૂનન છે. એમાં સૌ પ્રથમ સ્વજન ધૂનન છે, કેમ કે બાંધીને પકડી રાખનારા તો એ છે. મરુદેવા માતાએ જ્યારે ભરતને કહ્યું કે “મારો ઋષભ અટવીમાં ગયો, ત્યાં રખડી રખડીને દુઃખ વેઠે છે, છતાં તે એની ખબર લેતો નથી,” ત્યારે ભરતે કહ્યું કે “સંસારસાગર તરવામાં ગળે શિલા જેવા આપણો એમણે ત્યાગ કર્યો એમાં ખોટું શું કર્યું?” અતિ વહાલી શિલા પણ તરનારે તો છોડવી જ પડે. વાલની વીંટી તથા માતાપિતા, કાકા મામા વગેરે બધા સંબંધો છોડાય તો ધૂનન થાય. આ વિષે ગ્રંથકાર આગળ શું ફરમાવે છે તે હવે પછી -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org