Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 07
Author(s): Ramchandrasuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 278
________________ ૨૭૨ આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ વાત છે. ઘરનું કહેવાની શાસ્ત્ર ના કહી છે. ગણધરદેવોએ પણ કહ્યું કે, ‘અમે ભગવાન મહાવીરદેવે જે કહ્યું તે કહીએ છીએ.' નથી કહ્યું તે કહેવા એ પણ તૈયાર નથી. જ્યાં વાંકું થયું, ઘરવાણી થઈ ત્યાં તો એ સાંભળવાથી શ્રાવકપણું કલંકિત થાય છે. જે ગુણસ્થાનકે રહ્યો એની કરણી વિના ન ચાલે. ઉત્કટ વિનય ન બને પણ હાથ જોડાય, હૈયું ઊછળે, શિર ઝૂકે, એ તો બને ને ? મુનિને છેલ્લી હદનું ઊંચું સાતમાની નિકટનું છઠ્ઠું ગુણઠાણું ન હોય એ માની શકાય પણ પ્રારંભનું છઠ્ઠું તો હોય ને ? ત્યાં પણ મર્યાદા તો ખરી ને ? મર્યાદા નાશ પામે તો ? તે તે સ્થાને રહેલા આત્મા માટે તે તે ક્રિયા જ્ઞાનીએ નિયત કરી છે. મુનિને દેખીને શ્રાવક હાથ જોડે. ઘેર સાધર્મિક પધારે તો ગાદી ન હોય તો કોથળો પાથરે, હાથ જોડી ‘પધારો, ઘર પાવન કરો’ એમ કહે, સાધર્મિકના યોગને સારો માને. તમે જેને પૂજો એને પૂજનારો તમારા ઘેર આવે, તો એને સામે લેવા જવાનું મન ન થાય ? એકસરખી વસ્તુનો વેપાર કરનારા પરસ્પર કેવો પ્રેમ રાખે છે ? સાધર્મિકે મળે ત્યાં જયજિનેંદ્ર ન બોલાય ? હાથ ઊંચા ન થાય ? ધર્મચર્ચા ન થાય ? દુનિયાનો સાચો સ્નેહી, સંબંધી, ને સાથી તો શાસ્ત્ર એને કહ્યો છે. માબાપને સાચા સંબંધી માનવાની શાસ્ત્ર ના કહી. આચાર્ય, ઉપાધ્યાય ને સાધુનું કર્તવ્ય : અરિહંત તથા સિદ્ધને તો દેવકોટિમાં મૂક્યા. આચાર્ય કોણ ? તો કહ્યું કે પાંચે આચાર પાળે અને બીજાને પળાવે તે. એ પાંચ આચાર કયા ? જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર, આમાં હવે કાંઈ બાકી રહ્યું ? એ પાંચે આચાર પોતે પાળે, બીજાને પળાવે અને પાળવાના રસિયા બનાવે એ આચાર્ય. એ પાંચે આચાર આવે તો સંસાર છૂટી જાય. 1970 પાંચે આચારમાં પોતે પ્રવીણ બને, પાલન કરે, બીજાને પળાવે તે જૈનશાસનના આચાર્ય, પણ એ પાંચે આચારનું જે ખંડન કરે, એ માર્ગ ૫૨ અરુચિ થાય તેવું બોલે તે આચાર્ય નથી. ‘ધર્મ ન થાય તો વાંધો નહિ' એમ કહેવું તે વીર્યાચારનું ખંડન છે. કોઈ એમ કહે કે મારાથી પૂજા નથી થતી તો આચાર્ય પૂછે કે કેમ ન થાય ? પણ એમ ન કહે કે ‘કાંઈ નહિ, ન થાય તો ચાલે.’ સામાના રોદણામાં એ ભેગા ન ભળે, કાણ ભેગી કાણ એ ન માંડે. આચાર્ય તો કહે કે આવી સશક્ત કાયા છે અને પૂજા ન બને એનું કારણ ? વિદ્યાર્થી કહે કે દાખલો નથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314