________________
૨૯૪ - - આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭
– 192 પોતે એકલો હતો, પેલા વધારે હતા. લૂંટ ચલાવી ત્યારે છેટે જઈને ઊભો રહ્યો. શેઠના દીકરાની વહુ અને તેની સાથેની સ્ત્રીઓએ છુપાવાય તેટલું છૂપાવ્યું, બાકીનું લૂંટીને પેલા ચાલવા માંડ્યા, ત્યારે પેલા ક્ષત્રિયને વિચાર આવ્યો કે આમ મારા દેખતાં લૂંટીને જાય અને હું લૂંટાવા દઉં તો ક્ષત્રિય શાનો ? એણે બાઈઓ પાસે બચેલા દાગીના બહાર કઢાવ્યા અને પેલા લૂંટારાઓને દેખાડી કહ્યું કે મૂર્ખાઓ ! હજી માલ ઘણો બાકી છે માટે પાછા આવો. પેલા આવ્યા અને બાકીનો માલ લેવા ત્રાટક્યા એટલે તરત પેલો આડું લઈને ફરી વળ્યો. ધીંગાણું મચ્યું, બૂમરાણ થઈ, નજીકના લોકો ભેગા થઈ ગયા, લૂંટારા ભાગ્યા અને માલ બચી ગયો પણ પોતે બરાબર ઘાયલ થયો. લોકો ગાડામાં નાંખી લઈ ગયા પણ એને પોતાની ફરજ બજાવ્યાનો આનંદ હતો. જેને આશ્રયે રહો તેની આશા ઉઠાવો ?
જૈનશાસન મળ્યા છતાં લુંટાઈએ એ બને ? સાથ વગરના હોઈએ ને લૂંટાઈએ તો ઓરતો નહિ, પણ છતે સાથે લુંટાઈએ તો ? ગુણવાનમાં તે તે ગુણોની કરણી જોઈએ. તો જ જૈનશાસન પામ્યા એ સાર્થક. કહે છે કે “અમે તમારે શરણે આવ્યા પછી વર્તનની જરૂર શી ?” આ તો શ્રી જિનેશ્વરદેવને ઠપકો આપવા જેવી વાત થઈ. મંદિરમાં આવ્યા એટલે અમે શ્રાવક પણ શાસ્ત્ર પૂછે છે કે આવીને તેં ઉકાળ્યું શું? આ દેવ ગુરુ તો કહે છે કે અમે કહીએ તેમ વર્તે પછી વાંધો આવે તો કહેવું. પણ કહ્યાથી ઊલટા ચાલો ત્યાં શું થાય ? વ્યવહારમાં છોકરાને તમે તો સાચવો પણ પેલો રાત્રે ઊઠીને ભાગી જાય તો શું કરવું ? આશ્રિતનો એ ધર્મ કે જેનો આશ્રય હોય એની આજ્ઞા ઊઠાવે. ચોથા ગુણઠાણે જિનપૂજનાદિ ક્રિયા ન કરે, શુશ્રુષા-ધર્મરાગ અને દેવગુરુની ભક્તિની કરણી ન હોય તો શાસ્ત્ર કહે છે કે ચોથા ગુણઠાણાના સ્પર્શનની શંકા. ઉદારતા પણ છાજતી હોય ? સભા: અનંતજ્ઞાની સામાન લાયકાત કેમ જુએ ? એ તો આપવા જ બેઠા છે પછી
જોવાનું શું ? આપવાથી જ સામો મરી જાય તો ? ધર્માદા દવાખાનામાં બધાને માત્રા આપે ? ન આપે, કેમ કે બધાને જીવાડવા છે, મારવા નથી. મહેમાન ઘરે આવે તો તમે ભલે ગમે તેટલા ઉદાર હો પણ ઘી પાઓ છો ? કેમ પાતા નથી ? અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org