________________
૧૭ - ૧૫ : બાળદીક્ષા માટે સંસ્કરણ કેટલું આવશ્યક? ૧૩૧ -
૨૩૧
કોઈ એવી શેરીમાં ઘૂસ્યા કે જ્યાં લૂંટારાને બદલે મળી ગયા મહાત્મા. એમણે આપણું ગુમ થયેલું ધન બતાવ્યું, એટલે ત્યાં પ્રેમ થયો અને એ લેવાનું મન થયું. આ યોગ્યતા ઓછી છે ? ખોવાયેલી ચીજ મહિને મળે તોય તેના પર પોતાનો દાવો કરે, અને એ ચીજને પોતાની સાબિત કરે. મહાપુરુષના પ્રતાપે આવી ઝાંખી થઈ એ યોગ્યતા કમ છે ? એને હવે કયો સ્ટડી એટલે અભ્યાસ કરાવવો છે ? અતિમુક્તકે પણ એની માને કહ્યું કે, “હું જે સમજ્યો છું તે કહેવાની મારામાં તાકાત નથી, શી રીતે કહું! ગૌતમસ્વામી મળ્યા, એમની સાથે ગયો, એમણે કરેલી વાતો મને ગમી ગઈ, ભગવાનને જોયા. હવે મેં જે જોયું, સાંભળ્યું અને સમજ્યો તે બધું મા ! હું તને સમજાવી શકું તેમ નથી. મેં બહુ દીઠું, જોતાં આંખોમાં ન સમાય અને મોંએથી કહી ન શકાય એવું મેં ભાળ્યું, એટલું જ તને કહી શકું એમ છું.' દેશનામાં મુખ્ય ધ્વનિ દિક્ષાનો જ હોય ?
જો આત્માના ગુણો ઇંદ્રિયોના પ્રભાવે આવતા હોત તો બધા ગુણથી સમૃદ્ધ હોત. ઇંદ્રિયો તો આત્માના ગુણો પર અગ્નિ મૂકે છે. તમારે અભ્યાસ વૈરાગ્યનો કરાવવો છે કે ખાવાપીવાનો? ખાવાપીવાના અભ્યાસ વડે વૈરાગ્ય પેદા કરાવવો છે ? બીજને શેકીને વાવો તો ઊગે ? સંસારઅગ્નિમાં હૃદયરૂપી ભૂમિને શેકો પછી એમાંથી વૈરાગ્યની આશા રખાય ? ઉખર ભૂમિમાં અનાજ વવાય ? જેવું સાધ્ય એવું સાધન સ્વીકારો. “સાધ્ય ઊંચું અને સાધન નીચાં - એ ન ચાલે. શરીર અને આત્માના ગુણો તથા એ બંનેના ધર્મો જુદા છે, એ પ્રકારનો વિવેક નથી એની આજની અથડામણ છે. ગમે તેવો ઘેલો પણ જૈન, આત્મગુણની વાતમાં શરીરની દલીલ વચ્ચે ન લાવે. સભામાંથી એક દીક્ષાની વાત વધુ આવે છે. તેને બદલે શ્રાવકપણાની તથા માર્ગનુ
સારીપણાની વાત વધુ આવવી જોઈએ. સભામાંથી અન્ય : જેનો વિરોધ વધારે થતો હોય તે વાત તો ખાસ કહેવાવી જોઈએ.
- જૈનશાસનમાં દીક્ષા એ મુખ્ય છે. એને અવાંતરમાં દેશવિરતિ તથા માર્ગાનુસારીપણાની વાત આવે છે. એના પર પણ અહીં વર્ણન ઘણું કર્યું છે, જરા પણ છોડ્યું નથી છતાં મુખ્ય તો આને જ રખાય. પતંગ ચગાવનાર પણ પોતાનો પતંગ કપાતો જુએ કે તરત દોરી ખેંચે પણ પતંગને કપાતો બચાવે. એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org