________________
૨૩૨
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭ –
–
1940
જ રીતે સર્વવિરતિના ધ્યેયને ભુલાય એ રીતે દેશવિરતિ તથા માર્ગાનુસારિતાના ગુણો પેદા કરાવવાનો પ્રયત્ન ન કરાય. સર્વવિરતિના ધ્યેય વિના બધા ગુણો રાખમાં ઘી ઢોળવા જેવા છે. એ ધ્યેય ન રહ્યું માટે તો આજ સુધીની જિનપૂજા ન ફળી. રોજ શ્રી જિનેશ્વરદેવને પૂજનારા, સાધુને ગોચરીએ ખેંચી જવા માટે હેરાન કરનારા પણ હજી સુધી એના એ રહ્યા. સાધુપણું હજી કેમ ઉદયમાં નથી આવતું, એવો પ્રશ્ન કદી થયો ? પોતાના સંતાનોને કલ્યાણ માર્ગે વાળવા માટે એક પણ પ્રયત્ન કર્યો ? વીતરાગને સેવનાર, નિગ્રંથ ગુરુઓની ભક્તિ કરનાર દીક્ષાની વાતમાં આવી દલીલ કરે ? આવી ક્રિયાઓથી સ્વર્ગ મળી જશે, બિલકુલ નિષ્ફળ નહિ જાય પણ આ રીતે મુક્તિ તો નહિ જ મળે એ નક્કી. શાસ્ત્ર કહે છે કે જેમાં દીક્ષાનો મુખ્ય ધ્વનિ નથી તે શ્રી જિનેશ્વરદેવની દેશના નથી.
જમણમાં ઢગલાબંધ વાનગીઓ હોય, જાત જાતનાં શાક અને અનેક જાતનાં ફરસાણ હોય, ચટણી અથાણાં પણ ભાત ભાતનાં હોય, છતાં પંગતમાં બૂમ શાની સંભળાય ? મિષ્ટાન્નની. બધી ચીજ એક વાર પીરસાય તો ચાલે પણ માલ વારંવાર ન કાઢે તો આબરૂ ગુમાવે. બહાર જઈને કોઈ પૂછે કે જમણ શાનું હતું? તો ભજિયાનું કે અમુક શાકનું ન કહેવાય. મુખ્ય માલનું જ નામ દેવાય. માલ પીરસનારા થાળા લઈને પંગતમાં ફર્યા જ કરતા હોય. આગ્રહ કરી કરીને માલ પીરસતા હોય. માલનો અવાજ જરાય મંદ ન પડે. શાક વગેરે માલ આરોગવામાં મદદગાર છે માટે વપરાય છે. શાક થઈ રહ્યું હોય તો પીરસવું બંધ કરાય પણ લાડુ પીરસવા બંધ કર્યો ન ચાલે. એ જ રીતે દેશનામાં મુખ્ય ધ્વનિ દીક્ષાનો સંભળાયા જ કરે. એ શબ્દ આવ્યા કરતો હોય તો જ બોલતા આવડ્યું કહેવાય. જે દેશનામાં દીક્ષાનો મુખ્ય ધ્વનિ નથી, તે દેશના શ્રી જિનેશ્વર દેવની દેશના જ નથી. જે ખીલો મૂકે એ ઢોર દુધાળું નહિ. પછી એ ઢોર કેવું કહેવાય ?
સભા : હરાયું.
એમ કહો ને કે દુધાળું તો નહિ જ. દુધાળાં ઢોર માટે ખીલો અખંડ રાખવાનો જ. દેશવિરતિ અને માર્ગાનુસારિતાના ગુણોને પણ જો બરાબર વળગ્યા હોત તો આજે છે તેવી હાલત ન હોત. હજી પણ આવી અભ્યાસ કરાવવાની વાતો કરવી ન પડત. મુંબઈ જેવા ધમાલિયા શહેરમાં, મોટર વગેરે
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org