________________
૨૩૮
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ -
-
1946
વૈરાગ્ય લૂંટાઈ જાય એવી શાળા ન હોય ?
ધોળે દિવસે લૂંટ ચલાવવાની કળા શીખેલાને પેઢી પર બેસાડાય ? છતાં બેસાડો છો ? ગાડીએ બેસનારા બધા નીતિસંપન્નો છે, એમ કહી શકશો ? ન્યાયસંપદ્મવિભવ એ માર્ગાનુસારીનો પહેલો ગુણ છે. એ ગુણ છે કે નહિ એની પરીક્ષા કદી કરી ? સંઘ એવી શાળા કાઢે, એવું શિક્ષણ આપે અને એ ગુણમાં પાસ થયાનું પ્રમાણપત્ર ધરાવનારને જ પેઢીએ બેસાડવો એવા કાયદો કરો કે જેથી અનેકના ત્રાસ મટે, હજારો વિશ્વાસુ ગ્રાહકોના ગળે છરી ફરતી અટકે. પાપના માર્ગો બંધ કરવાના અભ્યાસની શાળા હોય પણ વૈરાગ્ય લૂંટાઈ જાય એવી શાળા હોય ? સંયોગવશાત્ તો તમારો કે મારો પણ વૈરાગ્ય ટકવો કઠિન, તો બાળકનો ટકે ? નિમિત્ત પામીને પૂર્વકાળમાં મોટા મોટા પણ પતિત થયા છે તો બાળકની શી વાત ? બાળકને તો તરત યોગ્ય માર્ગે વાળવાની વાત હોય, યોગ્ય વાતાવરણમાં મૂકવાના પ્રયત્ન હોય. ભિક્ષામાં આધાકર્મી આહાર પણ વૈરાગ્યનો ઘાતક છે. આધાકર્મી દોષ ન લાગે એવી શાળા નીકળશે ? ધર્મની ક્રિયા પર બંધન ન હોય ?
જેને આયુષ્યનું જ્ઞાન નથી એને ધર્મમાર્ગે જતાં કોઈથી ના ન પડાય, પાપમાં જતા અટકાવાય. પરણનારે કદી જોષીને પૂછ્યું કે મને પરણનારી રાંડશે તો નહિ ને ? માંદા પણ પરણે છે ને ? મુદ્દો એ કે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને અનુકૂળ હોય તે બધી વાત કબૂલ. સંસારની ક્રિયા પર બંધન હોય, ધર્મની ક્રિયા પર ન હોય. ચડે એને ચડાવાય, પડતાને ટેકો દેવાય, પડેલાને ફેર ચડાવવાની ગોઠવણ થાય. ભાવના થાય એને યોગ્ય સામગ્રી જલદી પૂરી પડાય પણ “જરા રહી જા' એમ ન કહેવાય. શ્રાવકનાં ઘરો એ જ વૈરાગ્યની શાળા :
શરીર બગડે તો હવા ખાવાના સ્થળે જવાય છે ને ? બંગલા, બગીચા, કુટુંબ પરિવાર બધું મૂકીને જાઓ છો ને ? અમુક દર્દમાં તો ડોક્ટર કહે કે, એકલા જાઓ” તો તે પણ કબૂલ કરો. પોતાની વહાલામાં વહાલી સ્ત્રીને પણ ઘેર રાખીને જાઓ છો ને ? શા માટે ? શરીરરૂપી ખોખા માટે. તો આત્માને માટે શું ? તમારા દીવાનખાનામાં આત્માને સુધારવાના સંયોગો છે ? ત્યાં દીવાલ પર કેવાં ચિત્રો હોય ? તમારી ભાવના એ ચિત્રોમાં વ્યક્ત થાય છે. વસ્ત્ર વિનાનાં પૂતળાં પણ ત્યાં જોવા મળે ? શ્રાવકનાં તો ઘરો એ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org