________________
૨૫૮
––
–
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭ –
–
1998
જ પડે. આ તો કહે છે કે વર્તીએ મરજી મુજબ પણ શાસ્ત્ર કહેલો ઇલ્કાબ જોઈએ, તો એ મળે ? તે તે સ્થાનને અનુરૂપ ક્રિયા કરવી જોઈએ. વિનીત થનારો ગુરુને હાથ જોડે જ, તહત્તિ કહે જ. મરજી મુજબ ચાલનારો વિનીત કહેવાય ? પચીસ રૂપિયાના પગારદાર પોલીસ ઉપર પણ કેટલી જોખમદારી ! ગમે તેવા સંયોગોમાં પણ ઊભો હોય ત્યાંથી ખસાય નહિ. સૂર્યનો તાપ હોય, લલાટ તપતું હોય પણ મોં ફેરવાય નહિ. ફેરફાર કરે તો પટો જાય અને ઘેર બેસવું પડે. પચીસ રૂપિયાના પટાની જો આટલી કિંમત તો આ સમત્વ વગેરે ધર્મના પટાની કિંમત જ નહિ ? જો એમ જ હોય અને માથે કોઈ ફરજ જ ન હોય, તો માનો કે એ પટો જ નથી. સંસારમાં રખડવું હોય તેને માટે આ વાત નથી, સંસારસાગર તરવો હોય તેના માટેની વાત છે. જેવા હો એવા દેખાઓ :
જે ગુણ પામ્યા કહેવરાવવા, તેને અનુરૂપ કરણી કરવી જોઈએ, એમાં પોલ ન ચાલે. કષાય અને ઇંદ્રિયોને આધીન થાય તે સંસારી અને એને જીતે તે મુક્તિમાં જવાના. કષાય અને ઇંદ્રિયો જેમ જીતાય તેમ ગુણ વધે. કરણીની દરકાર વિના પોતાની જાતને ગુણવાન મનાવનાર ભલે મનાવે પણ લાભ નહિ મળે. શાસ્ત્ર કહે છે કે એ રીતે પાંચ-પચીસ વરસ ખોટું મનાવવામાં ભવિષ્યમાં તેલ નીકળશે. દંભથી ગુણવાન બનાવવાનો નતીજો ભયંકર આવશે. ગુણ ન હોય તો “ગુણ નથી' એમ કહી દો અને ગુણીના શરણે જાઓ, અને ગુણી કહેવરાવવા માગતા હો તો તેવો વર્તાવ કરો. ખાય રોજ બદામનો શીરો અને હું તો એ કડવો કરીને ખાઉં ' એમ કહે એ મનાય ? ભડકું ખાતાં પણ એટલો જ આનંદ માને તો એ મનાય. જે વખતે જે ચીજ મળે તેમાં બરાબર સમભાવ રહે, ઇંદ્રિયો ફંટાય નહિ, મોં બગડે નહિ, ગળામાં પેસતાં અટકે નહિ તો તો એ વાત મનાય પણ એમ ન થતું હોય છતાં એવા વિરાગનો દાવો કરે તો શાસ્ત્ર કહે છે કે “તું કોને ઠગે છે? આ તારા બાપ સર્વજ્ઞ છે. મોક્ષે જવામાં પોલ નહિ ચાલે.'
કેવળજ્ઞાન પામવાની તદ્દન યોગ્યતાવાળાને પણ માત્ર સાત લવના આયુષ્યની ખામીને લઈને તેત્રીસ સાગરોપમ સંસારમાં વધારે રહેવું પડ્યું તો મારી તમારી કઈ હાલત ? પોતાની જાતે જ પોતાને ઊંચા મનાવવું હોય તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org