________________
૧૭: સમ્યગ્દર્શન સાથે આચારનો સંબંધ
વાળી તળાવ :
133
J-130 વિ. સં. ૧૯૮૭ માગસર સુદ-૧૧ ગુરુવાર તા. ૧૨-૧૨-૧૯૨૯
• સમકિતીની શક્તિ ક્યાં ખર્ચાય ? • જેને આશ્રયે રહો તેની આજ્ઞા ઉઠાવો : • ભૂમિકાને યોગ્ય કરણી જોઈએ જ : ૯ ધૂનનમાં તો બધાને જ મૂકવાના : • વિનીત, ગુરુને હાથ જોડે જ :
છોડવું પડે તે પહેલાં છોડી બતાવો : • જેવા હો એવા દેખાઓ :
• દાતાર પાત્ર શોધે : કર્મસત્તાનાં ઊંડાં ગણિત :
૦ ગુણને યોગ્ય ક્રિયા જોઈએ જ : ૦ તારકની સામે તરંગ કે મન:કલ્પના ન હોય : ૭ પડિક્કમણું કરનારા નવરા નથી : ૦ સમ્યક્તની કરણી :
• ધર્મક્રિયામાં માન ન હોય : • ઘરનું કહેવાની શાસ્ત્ર ના કહી છે : • બોલો થોડું અને કરો ઘણું : વિષયઃ ગુણસ્થાનકને યોગ્ય દિશાની અનિવાર્યતા.
સર્વવિરતિની ઇચ્છા છતાં શક્તિ સંયોગની વિપરીતતા વશ સર્વવિરતિ ન લઈ શકે, એ જ રીતે દેશવિરતિ પણ ન લઈ શકે. એવા શ્રાવકો અવિરતિ સમ્યગ્દષ્ટિ કહેવાય છે. એમના જીવનમાં પણ જિનેન્દ્ર પૂજા, ગુરુની સેવા અને જિનવાણીનું નિત્ય શ્રવણ આવા આચારો હોવા અનિવાર્ય છે. આચારો આચરે નહિ અને જાતને સમકિતી ઓળખાવે એ તો દંભ જ છે. એવા દંભીને આ શાસનમાં સ્થાન નથી. આ વાતને ઘૂમેડી ઘૂમેડીને અનેક નાના-મોટા રોજીંદા જીવનના દાખલાઓ આપીને આ પ્રવચનમાં પીરસવામાં આવી છે. સમ્યગ્દષ્ટિ શ્રાવકનો અને અવસરે શાસનસ્થ સાધુનો વ્યવહાર કેવો હોય એનું આમાંથી સુંદર જ્ઞાન પ્રાપ્ત થાય છે. જેવા હોઈએ તેવા જ દેખાવાની વાત આ પ્રવચન કરે છે.
મુવાવાઝુત સુશ્રુષા, ધર્મરાગ તથા દેવ-ગુરુની ભક્તિ એ તો સમ્યગ્દષ્ટિને માટે માના ધાવણ જેવું છે. • કષાય અને ઈન્દ્રિયો જેમ જીતાય તેમ ગુણ વધે. • જે સ્થાનમાં બેઠા હો અને જે સ્થાનમાં જવું હોય તેને યોગ્ય ગુણો કેળવો. • આ દેવ, ગુરુ અને આગમને તારક માન્યા પછી એની સામે તરંગ કે મનકલ્પના ન હોય. • વૈયાવચ્ચ કરનારને આળસ ન પાલવે. • જે ધર્મમાર્ગમાં સાથે જોડાય તે સાધર્મિક. ૦ આચાર પાળે નહિ, પળાવે નહિ, એ સંસાર સાગર તરે શી રીતે ? અને જે પોતે જ ન તરે એ
બીજાને તારે પણ શી રીતે ? • શરણે આવેલાનું ભક્ષણ થતું હોય છતાં રક્ષણ ન કરે એનામાં ક્ષાત્રવટ નથી. ૦ આશ્રિતનો એ ધર્મ કે જેનો આશ્રય હોય એની આજ્ઞા ઉઠાવે. • ગુણને યોગ્ય ક્રિયા વિના ગુણીને ચેન ન પડે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org