________________
1C 1
– ૧૭ : આગમ એ જ આધાર - ૧૩૨
–
૨૫૩
રાજસત્તાનું પ્રત્યક્ષ ફળ છતાં બદમાશો બદમાશી કરે જાય છે, તો એવાઓ ધર્મસત્તાના પરોક્ષ પરિણામને ગણે? પાપીઓ માટે એ આશા જ ન રખાય. સાચું હોય ત્યાં તો શિર ઝુકાવાય ?
ખોટાના કારણે સાચા તરફ પણ કરડી નજર ન કરાય. સાચું હોય ત્યાં તો શિર ઝુકાવાય. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા મનાય. એમની દ્વાદશાંગી ભણેલા અને ન ભણેલા પણ એમના શાસનમાં રહી શકે છે, માત્ર આશ્રવ સંવરનો વિવેક જોઈએ. વિષય કષાયની પ્રવૃત્તિ તે આશ્રવ, એ ઘટે તેવી પ્રવૃત્તિ તે સંવર. તમારી તથા મારી પ્રવૃત્તિ એવી જોઈએ કે પોતાના તથા સાથીઓના વિષય કષાય ઘટે. વિરાગીની પરીક્ષા વિષયાધીનો કરે ? એ તો જે કરતા હોય તે જ કરે. મોક્ષે જવું હોય તો મોક્ષમાર્ગે ચાલવું પડશે, યોગ્યતા મેળવવી પડશે. હવે ધૂનનમાં દીક્ષાની વાત આવશે. અત્યાર સુધી દીક્ષાની વાત તો કરી જ નથી. આ વિષયમાં શાસ્ત્રકાર ભગવંત આગળ શું કહે છે, તે હવે પછી -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org