________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭ – – 1958 “સારું, તારા રાજ્યમાં ચોટ્ટાઓ, અનાચારીઓ અને વ્યભિચારીઓની ભરતી કર, અમે ચાલ્યા જઈશું બીજા કોઈ રાજ્યમાં.” આમ કહી હિજરત કરી ચાલી નીકળે. એ જ રીતે સાધુઓ પણ જ્યાં આવો જ ન્યાય હોય ત્યાંથી ચાલી નીકળે. પાડાનાં વાંકે પખાલીને ડામ ન હોય ?
જે નગરના લોકોને સંયમ ન ગમે તે નગરનો સાધુ ત્યાગ કરે. તમને વિષય કષાય છોડવા ન ગમે તો તમારા માટે અમારે ખરાબ થવાનો મોખ નથી. વિરાગી થાય એની પરીક્ષા આવા લોકો કરે એમ? યુનિવર્સિટીની પરીક્ષા જેને એ.બી.સી.ડી. પણ ન આવડતી હોય એવા લોકો લે ? કે પછી, મોટી પરીક્ષામાં પાસ થયેલા મોટી ડિગ્રીવાળા પરીક્ષકો લે ? એ પાસ કે નાપાસ કરે તેની સામે કોઈથી કાંઈ ન બોલાય. એ પણ કાંઈ પૂર્ણ નથી. એનાથી ફેરફાર થઈ ગયો હોય તોય મોટે ભાગે કબૂલ કરવો પડે. નાનો પણ વર્ગ જો મક્કમ હશે તો મરતાં સુધીયે અમે ત્યાં જ રહેવાના, બાકી અમને જો ટોળામાં ભળવાનું મન થશે તો અમે પણ ખતમ થવાના. ન્યાય એવો કરો કે બહારના ચાર સજ્જનો સાંભળે તો ખુશ થાય. પાડાનાં વાંકે પખાલીને ડામ ન હોય. શાસનને ડહોળે પાડા અને માર ખાય બિચારી ગાયો, એ ક્યાંનો ન્યાય ? આશ્રવના માર્ગ ખુલ્લા કરે અને સંવરના માર્ગ બંધ કરે બીજા અને ખુંદાય બીજા, એ વાજબી વાત છે? ધર્મમાં એકચક્રી સામ્રાજ્ય થાય પણ ક્યારે ?
શાસ્ત્ર મુનિને કહે છે કે, જે દેશ આર્ય છતાં અનાર્યનું રૂપક લે, ત્યાં તો જો સમજાવવાની શક્તિ હોય તો જ જવું પણ પોતાના સંયમ પર ઘા પડતો હોય તો ન જવું. આર્ય અનાર્ય થાય અને અનાર્ય આર્ય થાય એ બને. ખોટામાં આપણે તથા આપણા સાથીઓ ન ફસાય એની કાળજી રાખવાની. સારાના માર્ગમાં આડખીલી રૂપ ન બનાય અને આશ્રિતને બચાવાય. કોઈ કાળ એવો નથી કે ધર્મશાસનમાં એકચક્રી સામ્રાજ્ય થાય. રાજસત્તા પાસે તો કોરડો છે છતાં એકછત્રી સત્તા નથી ચાલતી, તો ધર્મસત્તા પાસે તો કોઈ પ્રત્યક્ષ કોરડો નથી તો એકચક્રી સામ્રાજ્ય ક્યાંથી થાય ?
આ માટે તમારે બધાએ શ્રદ્ધાળુ બનવું જરૂરી છે અને દરેક ધર્મોપદેશકોએ આગમાનુસારી મતિવાળા બનવું જરૂરી છે. તો આ સારું પરિણામ જોવા મળે.
એકચક્રી સામ્રાજ્ય કરવું હોય તો જરૂર થાય. પણ એ માટે શ્રોતાઓએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org