________________
૨૩૦
-આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭
it?
તો વખતે ફરિયાદ પણ કરે. અમારા પોતાના બનવા આવે તેના પર બળાત્કાર પણ કરીએ પણ મોટા ભાગે બળાત્કારનો કાયદો નથી. જેની વાત સાંભળતાં જે પ્રશ્ન ઊઠે તે ત્યાં જ પુછાય, બહાર જઈને જેમ તેમ ન વટાય. સાચું લાગે તો કબૂલવામાં ગભરામણ ન હોવી જોઈએ. સભા: બી.એ. થવા માટે અમુક વર્ષ અભ્યાસ કરવો પડે તો ચારિત્ર માટે અભ્યાસ
જ નહિ ? અભ્યાસ બે રીતે થાય. સંયમ લેવા જોગી મનોવૃત્તિ થવી જોઈએ એ નિયમ રાખ્યો. બાકી અમુકમાં અમુક જ જોઈએ તે નિયત નથી. સ્કૂલમાં જવા માટે યોગ્યતા કેટલી જોઈએ ? નિશાળે જવામાં બાપાજી શ્રેયઃ કહે છે માટે એમ જ હોવું જોઈએ, એમ માને એટલી. એ બાળક સ્કૂલમાં દાખલ થવા માટે લાયક. હવે જરા આગળ વધો. પકડીને લઈ જનારને પથરો ન મારે એ બીજી યોગ્યતા, ગુસ્સાના આવેશમાં આવીને છરી-ચપ્પ મારવાની ભાવનાવાળો નાલાયક ન હોય તો એને ટીંગાટોળી કરીને પણ લઈ જવાય અને એ રીતે પણ નિશાળે જતો થાય એ પણ લાયક. શાત્રે જરૂરી યોગ્યતાનાં બધાં ધોરણ રાખ્યાં છે. વાત પણ કોની સાથે થાય ?
આપણે આ સંસારમાં નવા ઉત્પન્ન થયા એવું માનતા નથી. અનાદિ કાળથી છીએ એવું માનીએ છીએ. ઘણી વાર જન્મ્યા અને ઘણી વાર મર્યા, એ પણ ખાતરી છે. વળી અનંતી પુણ્યરાશિથી આવી સામગ્રી મળી એ પણ ખાતરી છે. આર્યદેશ, આર્યજાતિ, આર્યકુળ મળ્યું એ બધું જરૂર પૂર્વની આરાધનાથી જ મળ્યું છે એમાં જરા પણ શંકા નથી. હવે જેના યોગે જે કર્મ આપણને આવા ઉત્તમ સ્થાનમાં સ્થાપે, તે કર્મ જો આપણને આથી પણ ઊંચે લઈ જાય તો ના પડાય ? આવો શુભ વિચાર કોને આવે ? જે પરલોક ન માને, સંસારમાં પોતે પહેલી જ વાર જન્મ્યો એમ માને, અમારા સંસારના લહાવામાં લૂંટ પડાવનાર લૂંટારા છે એમ માને, એની સાથે વાત કરવા હું માગતો નથી. એની સાથે વાત કરવા નવી શીકલ ગોઠવવી પડશે. અતિમુક્તકના ઉદ્ગારો :
મુનિપણું કાંઈ એકદમ નથી આવતું. કંઈક વાર ભાવનાએ ચડ્યા, અથડાયા, પછડાયા, પાછા ચડ્યા ત્યારે આ ભાવના આવી. અથડાતાં, ટિચાતાં, ભાગતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org