________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭
જ આવે છે, જેનો યોગ થયો એમાં ખામી આવી કે થાય શોક. પછી વિયોગ થાય એટલે છાતી ફાટે. યોગનો વિયોગ તો નક્કી છે. બંગલા બગીચા વગેરે યોગ છે. એ કાંઈ કુદરતી જ આવ્યા છે એવું નથી. લેવડદેવડ થઈ એ યોગ. જે સંયોગમાં બેઠા છો, જેમાં પોતાપણું માન્યું છે, એ સંયોગો યોગજન્ય છે ને ? યોગજન્ય સંયોગો જાય તો તેમાં કાંઈ હરકત છે ?
આહાર અને ઊંઘ વધાર્યોથી વધે :
ક્ષુધા કોઈને છોડતી નથી. ક્ષુધા પરિમિત કરતો જાય તે સુખી. ચોવીસ કલાકમાં ચોવીસ વાર ખાનાર કરતાં એક જ વાર ખાનાર સુખી છે. પેલો ચોવીસ વાર ખાવા છતાં સુખી નથી. પશુની જેમ ચોવીસે કલાક મોઢું ચાલુ રાખવામાં તમે મજા માનો છો. ચોવીસ કલાકમાં એક વાર ખાનારને ખોરાક બહુ શાંતિથી પચે છે . તમે તો જે આવે તે મોઢામાં નાખ્યા જ કરો પછી પેટ હલકું થાય જ ક્યાંથી ? પ્રમાદ ખસે જ નહિ અને ઝોકાં વધારે આવે. આહાર વધે તેમ નિદ્રા, ભય અને મૈથુન વધે. બ્રહ્મચારી માટે અતિશય ભોજન તજવું જરૂરી છે. લુખ્ખો ખોરાક પણ અતિશય લેવામાં આવે તો વિકાર કરે. મુનિ માટે વિધિ છે તે સંયમયાત્રા નિર્વહે એટલો જ આહાર લે, પેટ ભરીને ન વાપરે. જેટલા પ્રમાણના આહાર વિના સંયમમાં બાધા ન પહોંચે તેટલા પ્રમાણમાં જ આહાર લે. બે કોળિયાથી ચાલે તેમ હોય તો ત્રીજાની ઇચ્છા ન કરે. ભૂખ્યા ચક્કર ન આવે, ક્રિયામાં વાંધો ન આવે એટલો આહાર લે. પેટ માગે એટલો આહાર લેવો એવું સાધુને ન હોય. આહારનો તો એ ગુણ છે કે વધાર્યો વધે. વધતો વધતો એટલો વધે કે ચાર રોટલી ખાનારો ચોવીસ ખાતો થઈ જાય. કહેવત છે કે આહાર અને ઊંઘ વધાર્યાં વધે અને ઘટાડ્યાં ઘટે. ચાર દિવસ ખાઈ-પીને સૂઈ રહો તો પાંચમે દિવસે પથારી જોઈએ જ અને જો સૂવાનું જ રાખો તો ઊંઘ પણ ન આવે, એવો આ શરીરનો સ્વભાવ છે. તમે તો બધા સુખિયા જીવ છો. ગાદીતકિયા બિછાવેલાં પડ્યાં જ હોય એટલે લેટી જતાં વાર કેટલી ?તમારો સમય કાં ખાવામાં, કાં ઊંઘવામાં અને કાં તો સંસારની ધમાલમાં જ જાય. સામાયિક પડિક્કમણામાં તો તમને નિરાંત લાગે એટલે ઝોકાં આવે. ત્યાં કાંઈ આનંદ ન આવે.
૪૦
રસમૂલાનિ વ્યાધયઃ
ક્ષુધા પણ એક પ્રકારની પીડા છે. ખાવું એ કાંઈ સુખ નથી. ક્ષુધાની પીડા શમાવવા માટે ખાવાનું છે. પીડા શમાવવા માટે જે લેવાય તે ઔષધ કહેવાય. માટે
Jain Education International
1748
For Private & Personal Use Only
www.jainelibrary.org