________________
૩ : અજ્ઞાનીઓની અવદશા અને જ્ઞાનીઓની દયા 119
ખાવાનું એ તો ક્ષુધાની પીડા શમાવવાનું ઔષધ છે. ઓષધ ખાતાં તો રોગમાં ટેવાયેલાને જ મજા આવે. શાસ્ત્ર કહે છે કે જેને ભાણે બેસતાં આનંદ આવે એ બિચારા ક્ષુધાના રોગથી ટેવાયેલા છે. જન્મના કેદીને કેદ એ કેદ લાગતી નથી. રોજના રોગીને રોગ એ રોગ લાગતો નથી. એ તો દવાનાં પડીકાં ખાધા જ કરે અને વગર ભણ્યે વૈદ થઈ જાય, પોતાની મેળે દવા ખાય, ન ખાવાનું પણ જાણવા છતાં ખાધા કરે અને પાછો દવા લીધા કરે . દવા વિના તો એને ચાલે જ નહિ. ધર્મીએ તો દવા ન છૂટકે જ લેવાની છે. જુલાબ લેવામાં પણ દોષ છે. ઘણા જીવોનો એમાં ઘાત છે. ઓષધની જરૂર પડે એવો આહાર જ શા માટે લેવાનો ? કર્મોદયે વ્યાધિ આવે અને ઔષધ લેવું પડે એ વાત જુદી. વૈદકશાસ્ત્રે પણ રસોને રોગના કારણ કહ્યા છે; અને અજીર્ણને સર્વ વિકારોનું મૂળ કહ્યું છે.
1749
―
નીરોગી રહેવા ઇચ્છનારે ૨સો તજવા જોઈએ. છ વિગય તથા તીખું, તમતમતું, સ્વાદનું પોષણ કરે અને જેનાથી વિકાર થાય તે બધું તજવું જોઈએ. વિગય અને તીખું તમતમતું એ બધું રસમાં ગણાય. વિગયથી વિકાર થાય, વિકારથી ઉન્માદ થાય, ઉન્માદથી પાપ થાય, પાપથી કર્મ બંધાય, કર્મથી મોક્ષ આઘો જાય અને આત્મા નીચી ગતિમાં જાય. માટે વિગયનો ત્યાગ કરવો. વિગય તજ્ઞાથી રસના અભાવે શરીરમાં વિકાર નહિ થાય, વિકારના અભાવે ઉન્માદ નહિ થાય, ઉન્માદના અભાવે પાપ નહિ થાય, જેથી કર્મ નહિ બંધાય. કર્મ નહીં બંધાવાથી નીચે નહિ પણ ઊંચે ઈશું, મોક્ષની નિકટ પહોંચીશું.
૪૧
મોક્ષસાધનાની એવી એક પણ ક્રિયા નથી જે શરીરને ખરાબ કરે. સાધુ કે શ્રાવક વિધિ મુજબ દરેક ધર્મક્રિયા કરે તો વ્યાયામનો વ્યાયામ થાય, હવાફેરની જરૂર જ ન રહે અને ઔષધનું ઔષધ થઈ જાય, જો કે એ માટે ધર્મક્રિયા કરવાની આ વાત નથી.
જ્ઞાની કહે છે કે સંયમના યોગો વધે તેમ શારીરિક કૌવત વધે છે, ઇંદ્રિયોની કાર્યક્ષમતા વધે છે અને મતિનો વિકાસ થાય છે.
Jain Education International
જેવા રોગી, તેવા ચિકિત્સક :
મતિનો વિકાસ ક્યારે થાય ? મગજ જડ થાય તો કે નિર્મળ થાય તો ? મગજને નિર્મળ તપશ્ચર્યા બનાવે કે મિષ્ટાન બનાવે ? મગને તર કરવા,
For Private & Personal Use Only
www.jainelibrary.org