________________
17,
– ૪ – આગમનો અરીસો – ૧૨૦ –
–
–
૬૧
શ્રી જિનેશ્વરદેવના માર્ગનું ભાન નથી, કરેલા ઉપકારની કદર નથી. જેને એ મહોત્સવો નથી ગમતા તેને પોતાનો આત્મા જ નથી ગમતો.
જે કાર્યનો જગતમાં પ્રચાર કરવા માંગો તેના માટે જેટલું ન કરો તેટલું ઓછું. દેશના સિદ્ધાંતો ફેલાવવા માટે જેને નાયક માનવામાં આવે છે, તેના માટે કેટલું થઈ રહ્યું છે તે જુઓ છો ને? જૈનશાસનને ફેલાવવા ઇચ્છનાર આત્માઓ હૈયાથી નિર્લેપ છતાં મોટા મહોત્સવોમાં મહાલતા દેખાય તેમાં નવાઈ શું છે? ગામમાં મુનિને પ્રવેશ કરાવતાં શ્રાવક આખા નગરમાં દાંડી પીટાવે, ઓળખાવે, દુનિયાને જણાવે કે શ્રી જિનેશ્વરદેવના ત્યાગમાર્ગનો ઝંડો ફરકાવવા પ્રતિનિધિઓ આવી રહ્યા છે. જ્યાં સુધી સામૈયું ચાલશે ત્યાં સુધી વાતો તો આ જ થશે ને ? શ્રેણિક મહારાજા ભગવાનને મહોત્સવપૂર્વક વાંદવા જતા હતા ને રસ્તામાં કવાનો દેડકો લોકમુખે થતી વાતો સાંભળતાં, ઘોડાની હડફેટમાં આવી ગયો, પણ શુભધ્યાનમાં મરીને દેવલોકમાં ગયો.
સભા : પણ એ સામૈયામાં વચમાં પથરા મૂકનારા હોય તેનું શું ? ટ્રેનને ઉથલાવવા માટે રેલના પાટા ઉપર પથરા મૂકનારા ક્યાં નથી હોતા ?પણ તેને ખસેડનારા પણ તૈયાર હોય છે.પથરા મૂકનારા હોય તેથી ગભરાવવાનું નહિ, પણ આપણે તો પથરા ખસેડનારા પેદા કરવા છે.મૂકનારા જનહોય એવો તો ચોથો આરોય ન હતો અને પાંચમો પણ ન હોય. પણ પૂર્વે તે પથરા ખસેડનારા બળવાન હતા. જેને આપણે તારક માનીએ તેને માટે તો મરી ફીટવું જોઈએ. તેને માટે તન મન અને તમારે માટે તો ધન પણ ખરું, જે ભોગ આપવો પડે તે આપવાનો. એવો ભોગ હું ન આપું તો હું વેષધારી અને તમે ન આપો તો તમે ઢોંગી. પૈસા વધે તો ધર્મ ઘટે :
ધર્મથી પૈસા ટકા, બંગલા બગીચા કેમ વધે એવી ભાવના હોય તેમના જેવા ધર્મ માટે નાલાયક કોઈ નથી. સંસારમાં સમૃદ્ધિ કેમ વધે તેને માટે આ ઓથા લીધા છે ?
સભા પૈસા વધે તો ધર્મ વધે કે નહિ ?
પૈસા વધે તો ધર્મ ઘટે, મંદિર ઉપાશ્રય બંધ થાય. ઉદારતા વધે તો ધર્મ વધે અને ધર્મની પ્રભાવના થાય.તમારી પાસે પૈસા વધી જશે ત્યારે આ વ્યાખ્યાન હોલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org