________________
1907
– - દાંતના દુરુપયોગથી બચો! - ૧૨૨
-
૯૯
જમાવવાની એમનામાં તાકાત હતી. આ તો એવા કે બહાર જમાવી શકે નહિ, ત્યાં કોઈ એમને સાંભળે નહિ, એટલે અંદર રહીને નાગાઈ કરે.
શ્રી હીરસૂરિજીને તો ઘણી તકલીફ પડી છે. આજે તો તકલીફ જ ક્યાં છે? ત્રણ ત્રણ મહિના ભોંયરામાં રહેવું પડ્યું છે.
સભા ? કારણ ?
કારણ દીક્ષા, અને એને અંગે ઊભા થયેલા દુશ્મનો. એને માટે માર પણ ખાવા પડે. મારી જાય એમાં નવાઈ પણ નહિ, કારણ ત્યાગી થોડા રાગી ઘણા, શાહ થોડા ચોટ્ટા ઘણા. ઘણા ચોટ્ટાઓ થોડા શાહનાં ઘર ફાડે એમાં નવાઈ નથી. આજના એ ચોટ્ટાઓ પાછા એવા છે કે જો એમને કોઈ કહેવા જાય કે તમે કેમ ઘર ફાડ્યું, તો સામે કહે કે - તમે એવું મકાન કેમ બંધાવ્યું? સાહ્યબીનું પ્રદર્શન શા માટે કર્યું ? આપત્તિમાં ટકે તે ધીર અને ખસે તે કાયર ઃ - શ્રી હિરસૂરિજી મહારાજાના સમયની વાતો કરવાનો આજે અર્થ નથી. તે કાળના સંઘો મજબૂત હતા. પ્રસંગે “છે શું ?' એમ કહીને ઊભા રહેતા. આજે એ દશ નથી. અહીં આટલા બેઠા છે પણ પ્રસંગ આવ્યે એમાંથી ચૌદ આની ઊઠી જાય. અહીં આવેલા બધાને હું મારા ન માનું. પાઘડી કે ટોપી સલામત રહે, ખીસા પર કાપ ન આવે ત્યાં સુધી એ આવે. ખીસે કાપ આવ્યો કે તરત “સ્વામી શાતા છે જી !” કહીને ચાલતા થાય એ મને ખાતરી છે. પણ લખી રાખો કે અમે તમારા પર જીવતા નથી. અમને આ ઓઘા પર વિશ્વાસ છે. ખાતરી છે કે એના યોગે આપત્તિ નહિ આવે અને આવે તો તે ભલા માટે જ હશે. મારા પગ પાસે બેસનારા એવા જોયા છે કે જે હવે આવતાં ગભરાય છે. હું કોઈને કટુ શબ્દો કહેતો નથી, પૂછનારને ઉતારી પાડતો નથી, કેમ પૂછ્યું, એમ પણ કહેતો નથી, આડું પૂછનારને પણ “હું થાક્યો' એમ કહું છું, છતાં કેમ ગભરાય છે તે સમજાતું નથી. અહીં મોટી સભા જોઈને અમે મૂંઝાતા નથી. હું આ વાત તમારી ટીકા માટે નથી કરતો. તમે કાચાપોચા ન હો ને પાકા હો તો હું રાજી. મરતાં સુધી માર્ગ સેવો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org