________________
૧૩: હિંસકની પણ હિંસાનો નિષેધ :
129
J.126 વિ. સં. ૧૯૮૭ માગસર સુદ-૭ રવિવાર, તા. ૮-૧૨-૧૯૨૯ • ગૃહસ્થ પણ મુનિ થવાનું છે :
• હિંસકને હણવાનો નિયમ ન હોય : • ભાવનાના ફરકથી કર્મબંધમાં ફરક : • જૈનશાસનમાં તો દરેકના ભલાની જ વાત છે : • હિંસાના પ્રતાપે રોગ થાય છે ?
• હિંસક પ્રત્યે પણ દાંત ન પીસો ! ૦ ધર્મ શક્તિ મુજબ હોય :
• પાપમાં પ્રવર્તવું એ તો અનાદિનો અભ્યાસ છે : ગુણરૂપ અપવાદ કાયમ સેવાય : • માતાપિતાની ભક્તિ પણ કલ્યાણ માટે : ૯૦ શાસન બકુશકુશીલથી ચાલે છે : • બાલ્યવય દીક્ષા માટે બહુ યોગ્ય છે ? • ભયંકર સ્થાનમાં કોઈને બેસાડી ન રખાય :
વિષયઃ ગુણરૂપ અપવાદ રજ સેવવા યોગ્ય, હિંસકની હિંસા કરવાનો નિયમ
ન હોઈ શાર્ક અને બાળદીક્ષા આવકારદાયક. સૂત્રકાર અને ટીકાકાર મહર્ષિના વિધાનોના આધારે આ પ્રવચનમાં જીવોના દુઃખોની વિચારણા આગળ વધી છે. પાપ કરવા છતાં એને ખોટું માનનારને કર્મબંધ નજીવો જ્યારે પાપની સૂગ ન હોય તેવાને કારમો બંધ થાય છે એમ જણાવી હિંસાના પ્રતાપે રોગ થાય એમ જણાવતાં ઉત્સર્ગ અપવાદની ચર્ચા કરી છે. એમાં જિનપૂજાનો દાખલો આપી ગુણરૂપ અપવાદ રોજ - જીવનપર્યત પણ સેવી શકાય. પણ દોષરૂપ અપવાદ તો ક્વચિત્ જ સેવાય. ગુણરૂપ અપવાદનો ઉપદેશ આપી શકાય વગેરે શાસ્ત્રોક્ત વાત સમજાવી છે. ત્યાર બાદ જગતના દરેક જીવો એક યા અન્ય રીતે હિંસા કરે છે. હિંસકને હણવાનો નિયમ કરાય તો કોઈ જીવતો ન રહી શકે. માટે જીવને નહિ મારવા આદિનો નિયમ થાય. છેવટે બાળદીક્ષિતો કઈ રીતે શાસન માટે ઉપકારક છે, તે વાત સુંદર રીતે સમજાવી વ્યાખ્યાન પૂર્ણ કર્યું છે.
મુવાકાત • ભાવનાના ફરકથી કર્મબંધમાં પણ ફરક પડે છે. • એકલી ઉત્સર્ગ વિધિ બતાવાય તો કોઈ ધર્મ જ ન રહે. ઉત્સર્ગ રક્ષક વિધિરૂપ અપવાદ કાયમ
સેવાય. • અપવાદ-વિધિ પણ ઉત્સર્ગ જેવી જ. એનો નિષેધ કરનારા મૂળને નિષેધે છે. • અહિતકર હોય તો એ મીઠું હોય, પ્રમાણોપેત હોય તથા સત્ય પણ હોય તો પણ એ ખોટું. • બધાને બચાવવાની ભાવના હોય પણ એવો નિયમ ન હોય. નિયમ તો નહિ મારું, નહિ મરાવું,
મરતાને નહિ અનુમોદું એવો હોય. ૦ સમ્યગ્દષ્ટિને મરનાર પ્રત્યે દ્રવ્યદયા અને મારનાર પ્રત્યે ભાવદયા હોય, પણ મારનાર પ્રત્યે
ગુસ્સો ન હોય. • મા-બાપને પણ ધર્મ માર્ગે યોજવાં તે માતાપિતાના ઉપકારનો સાચો બદલો છે. • પતિને ધર્મમાં સહાયક બને તે ધર્મપત્ની.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org