________________
-
The
૨૧૦
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭ - મારાપણું મટાડવાની મહેનત કરું છું છતાં તમે એટલા પક્કા છો કે મારી મહેનત નિષ્ફળ બનાવો છો. એ જ રીતે મારી પાસે આવેલાં બાળકો એવાં પકા થાય કે તમારા ફંદામાં ન આવે. મોટાને અહીં આવવાનો ઇનકાર નથી પણ નાના ખાસ આવકાર્ય છે. એના પર મદાર બંધાય. એ ધારે તો પોતાના વૈરાગ્યની છાયા બીજે પાડી શકે. મોટા તો દુનિયામાં શક્તિ ખરચીને આવેલા હોય તેથી તેના ચહેરા પર એવું તેજ ન હોય. મોટા પણ પ્રભાવ ન જ પાડે એવો નિયમ નહિ પણ જેણે જિંદગીમાં વિષયસેવન ન જ કર્યું હોય એનું તેજ, એની બુદ્ધિ, એની ભાવના અને વૈરાગ્ય ઊંચા હોય એમાં નવાઈ શી ? કર્મયોગે પડે તો બાળક પણ પડે, યુવાન પણ પડે અને વૃદ્ધ પણ પડે, એ જુદી વાત છે. બાકી આઠ વરસનાને દીક્ષા તરત આપીએ જ્યારે પચાસ વરસનાને આપતાં વિચાર થાય. આ વિષયમાં શાસ્ત્રકાર ભગવંત આગળ શું કહે છે તે હવે પછી -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org