________________
૧૪ : જાણ્યા વિના બોલવાનો અધિકાર નહિ ?
ધૂનન માટે સંસારસ્વરૂપનું દિગ્દર્શન :
અનંત ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી સુધર્મા સ્વામીજી મહારાજા ફરમાવી ગયા કે આ સંસાર દુઃખમય છે. લોકમાં સર્વત્ર મહાભય પ્રવર્તે છે, કેમ કે બળવાન નબળાને મારે એ ક્રમ ચાલુ છે. જીવો સૌ પોતાના સ્વાર્થમાં રત છે. “સંસાર દુઃખમય છે' એ વાત વારંવાર કહેવાનું પ્રયોજન જણાવતાં એ મહાપુરુષ કહી ગયા કે જગતના વિષયાસક્ત જીવોએ દુઃખમાં પણ સુખની કલ્પના કરી છે. જેનાથી નિયમા દુઃખ છે ત્યાં લાલસાના યોગે વિષયાસક્તોએ સુખની ઇમારત ચણી છે. માટે સંસાર દુઃખમય છે એ ભાવના જાગ્રત રાખવા એ વાત વારંવાર યાદ કરાવવાની પરમ આવશ્યકતા છે.
સંસાર દુઃખમય ન ભાસે ત્યાં સુધી ધર્મની ઇચ્છા જાગ્રત ન થાય. જેને સંસારમાં ફાવે તેને ધર્મ કદી ન ગમે. એક મ્યાનમાં બે તલવાર ન રહે. સંસારના એક એક વિષયની આગળપાછળ દુઃખ છે. વિચારે તેને સમજાય તેમ છે પણ વિષયાસક્તો વિચાર કરે જ નહિ. કરે તો ઊંધો કરે, એટલે એ દુઃખમાં પણ સુખ માને છે. વિષયોના ભોગવટાથી રોગ થાય છે. રોગ એ પૂર્વે કરેલી હિંસાનું ફળ છે. દુનિયામાં અકસ્માત કાંઈ થતું નથી. દરેક પ્રસંગ પાછળ નિમિત્ત તો હોય છે. મૂઢ જીવો જેના યોગે રોગ થાય છે તે રોગને શમાવવા તે જ આચરે છે જેથી રોગ કાયમી થાય છે, ભલે તત્કાલ કદાચ શમતો હોય. દેવાદાર એકના લાવીને બીજાને આપે પણ પરિણામે દેવું કાંઈ મટતું નથી. એ તો થીંગડાં કહેવાય. બધા લેણદારો એકીસાથે આવે ત્યારે શી દશા થાય?
શાસ્ત્રકાર ભગવંત કહે છે કે વસ્તુના મૂળ સુધી પહોંચો. એની જડને પકડો. દુઃખમય વસ્તુમાંથી સુખ મેળવવા ઇચ્છતા હો તો એવી રીતે વાત કે જે વર્તાવથી અયોગ્ય સાધન આપોઆપ ખસે. એક જીવનો ઘાત આઠે કર્મનો બંધ પાડે છે, જો આયુષ્ય કર્મ પણ તે જ વખતે બંધાય તો ! એક જીવને આપણે મારીએ ને બદલામાં તે આપણને મારે, એટલાથી વાત પતતી નથી. આપણાથી કોઈ પ્રાણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org