________________
fees –– ૧૪ઃ જાણ્યા વિના બોલવાનો અધિકાર નહિ ઃ ૧૩૦ – ૨૨૧ ઇંદ્રજાળિયા, ગાયું તેવું ગાનારા ! આમાં કાંઈ નવું કહ્યું ? એકની એક વાત વારંવાર આવ્યા કરે ! એમને પૂછો કે માણસ પણ એનો એ જ રહ્યો કે બે હાથને બદલે ચાર હાથવાળો થયો ? પૂંછડા વગરનો હતો તે હવે પૂંછડાવાળો થયો ?' વસ્તુ હોય તે જ હોય, નવી ક્યાંથી આવે ? એ લોકો કહે છે કે “બુદ્ધિમાં બેસે નહિ તે શાસ્ત્ર નહિ, પણ કોની બુદ્ધિમાં ? બુદ્ધિ તો સૌની જુદી. પછી તો છગનભાઈનું આગમ જુદું અને મગનભાઈનું આગમ જુદું. બજારમાં દુકાન ભલે નાની મોટી, કમાય ભલે ઓછુંવતું પણ ગજકાતર તો બધા કાપડિયાની સરખી જ હોય. મોટી પેઢીવાળાનાં ગજકાતર કાંઈ મોટા નથી હોતા. સાકર બધાને મજેની અને મિઠ્ઠી લાગે પણ ગધેડો ખાય તો મરે, તેથી સાકર મિઠ્ઠી મટી જાય ? સૌની બુદ્ધિને બધું એકસરખું અનુસરતું આવે એવું તો કાંઈ હોઈ શકે નહિ. દીક્ષા કોઈને ન ગમે તો એ દીક્ષાનો દોષ નથી :
જે દીક્ષાથી અનંતા પોતાના આત્માનું સાધી ગયા, સંખ્યાબંધ સાધે છે અને ભવિષ્યમાં અનંતા સાધશે, તે દીક્ષા આવા કેટલાકને ન ગમે તો તે દીક્ષાનો દોષ? દુનિયાની કઈ સારી ચીજ એવી છે કે જે કોઈકને પણ અણગમતી ન હોય ? દ્રાક્ષ બધાને ભાવે પણ ઊંટને ન ભાવે. માટે કહેવત છે કે ઊંટના અઢારે વાંકાં, જેને સૌ હોંશે હોંશે ખાય તેવી દ્રાક્ષને ઊંટ ન ખાય અને જેને કોઈ ન ખાય તેવો લીંબડો એ ખાય. અહીં પણ એવા કંઈક છે કે જેને આત્માનું હિત કરનારી દીક્ષા ન ગમે પણ અહિત કરનાર કૂકા બહુ ગમે. જે વિષયમાં ન જાણતા હોય છતાં તે વિષયમાં ગમે તેમ બોલાય એ વ્યવહાર પણ માનતું નથી. બોલવાનો હક ડિગ્રી મળ્યા પછી છે. કોર્ટમાં કાળા કોટવાળાને બોલવાનો હક, બીજાને નહિ. માસ્તર પણ નવા આવનાર વિદ્યાર્થી પાસે જ્યાંથી આવ્યો હોય ત્યાંનું સર્ટિફિકેટ માંગે છે. યુનિવર્સિટીમાં દાખલ થવું હોય તો ત્યાંનું ફોર્મ ભરી પહેલાં બધી વિગત જણાવવી પડે છે ત્યાં બધે લાયકાત તપાસાય અને અહીં ગમે તેને ગમે તેમ લવારો કરવાનો હક એમ ? વિરોધીને સાચું સમજાય જ નહિ ?
જીવવિચારનું જ્ઞાન નહિ, કરેમિ ભંતેનો પાઠ પણ બોલતાં ન આવડે, પૂરા નવકાર પણ શુદ્ધ ન આવડે તે દીક્ષાને અયોગ્ય કહી દે છે, એ કઈ જાતની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org