________________
૨૧૮
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭
1925
બીજા જ વરસે ચોથીમાં જાય કે નહિ ? વ્યવહારમાં જે રીતે વર્તી રહ્યા છો તે રીતે અહીં પણ વિચારો તો જરા પણ વાંધો ન આવે. મુનિપણાની યોગ્યતા ઘેર રહેલા પાસે માગવી તે મૂર્ખતા છે. વેશ્યાના નિવાસમાં જઈને વિરાગ મગાય ? હિંસક કતલખાનામાં દયાનાં દર્શન થાય ? જુઠું બોલીને પણ હરિશ્ચંદ્ર થવાતું હોય તો તેવા હરિશ્ચંદ્રનો આજે ક્યાં તોટો છે ? ખોટું ન બોલવા માટે તો હરિશ્ચંદ્ર રાજ્યનો ત્યાગ કર્યો હતો, સાચું ન બોલવા માટે આજે ધર્મનો ત્યાગ કરનારા છે, તો એ કેવા ત્યાગી ! ઓછા ત્યાગી છે ? શુદ્ધ ધર્મના જ્ઞાતા તો જાણે એ લોકો જ છે, શાસ્ત્રકારોને તો જાણે કશી ખબર જ ન હતી એમ ? શુદ્ધિઅશુદ્ધિનું સાચું ભાન એ લોકોને જ છે ? શાસ્ત્રકારોને નહિ ? એમના જેટલી ભક્તિ શાસ્ત્રકારોમાં ન હતી ? પ્રભુની આશાતના માટે એ લોકોને દુઃખ થાય છે, અને સાધુ અહીં આંધળુકિયાં કરે છે એમ ? આજે લોકોમાં આ માન્યતા ઠસાવવી છે. એવાઓને પોતાનું ડહાપણ ડહોળવાની ટેવ પડી છે. શાસ્ત્રકાર કહે છે કે એવાઓ ધર્મ પામવા માટે નાલાયક છે. આવાઓ જેટલું ડહાપણ અહીં ડહોળે છે તેટલું કોઈની પેઢી પર જઈને ડહોળવા જાય તો પેલા એમને લાત મારીને કાઢી મૂકે. વ્યવહારમાં આ રીતે બધે પોતાનું ડહાપણ ડહોળવા જાય તો હમણાં ખબર પડે ! વસ્તુનું રૂપક ફરે ત્યારે અશુદ્ધિ ન મનાય :
ધર્મ કરવાનું કહે અને કોઈ ધર્મીની નિશ્રા ન લેવી એમ કહે, એ કેમ બને ? ભક્ષ્યાભઢ્યનું, પયાયિનું, શુદ્ધાશુદ્ધનું, પુદ્ગલના સ્વરૂપના પરિવર્તનનું જ્ઞાન કોને વધારે ? આજના ખરાબ પુદ્ગલ કાલે સારાને પણ ટક્કર મારે તેવા થાય છે. નદી, નાળાં, સરોવરનું પાણી પવિત્ર કે અપવિત્ર? પવિત્ર શાથી? એમાં તો કોઈ પેશાબ કરે, કોઈ સ્થડિલ કરે, કોઈ ધૂકે છતાં પાણી વહેતું હોવાથી સારું થઈ જાય છે માટે પવિત્ર નદી સુકાઈ જાય ત્યારે ત્યાં કોઈ અશુચિ કરે તો બધા તેનાથી દૂર ચાલે. પણ પાણી વહે ત્યારે બધું સાફ થઈ જાય છે. વસ્તુનું રૂપક ફરે ત્યારે અશુદ્ધિ ન મનાય. સર્વજ્ઞના માર્ગે ચાલવું હોય તો આપમતિ આઘી મૂકો. બુદ્ધિનો ઉપયોગ સમજવામાં કરો પણ બુદ્ધિનો ડોયો ખોટી રીતે ન હલાવો, નહિ તો પામશો તો નહિ પણ પામેલું પણ હારી જશો. વગર જ્ઞાન લવરી કરવી એ મોટી ખોડ છે. વીસમી સદીના પણ સમજદાર જમાનાવાદીઓએ એવી લવરી નથી સ્વીકારી, પણ રખડતા લોકોએ એ ઉપજાવી કાઢેલી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org