________________
૨૦૮
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭ –
–
1916
દુર્ગતિની ચિંતા માબાપને ન હોય ? આજે તો બધી આ ભવની જ પંચાત ચાલે છે. આજે તો સ્ત્રીઓ ધણીને કહે છે કે બસ ! અલંકાર લાવો.” ઘણી કહે છે કે “ક્યાંથી લાવું ?' તો કહે છે કે “પરણ્યા તો શું કામ ? ગમે ત્યાંથી લાવો, ઊંધાચત્તા કરીને પણ લાવો, નમાલા શું થાઓ છો ?' પરસ્પર આવા સંવાદો આજે ચાલે છે.
સભાઃ અમે પોતે સ્ત્રીઓનાં હક અપાવવા નીકળ્યા છીએ. સારું, અપાવો. આજે તો બોલે છે પણ કાલે તમારી કાનપટ્ટી પકડશે. સભા: અમારી ઇચ્છા જ કાનપટ્ટી પકડાવવાની છે.
- તો હવે અમારે તમને કાંઈ કહેવાનું રહેતું નથી. હાથે કરીને તમારે દુર્ગતિની ટિકિટ ફડાવવી હોય તો કોણ રોકી શકે ?
જગતમાં ફૂંકાઈ રહેલા આજના પવનની આ વાત છે. બેયને માટે અમારી આ શિખામણ છે. પરસ્પરની ફરજ બેયે સમજવાની છે. પતિએ પત્નીની અને પત્નીએ પતિની આત્મચિંતા કરવાની. સાધુએ શ્રાવકની અને શ્રાવકે સાધુની ફિકર કરવાની, પણ ધર્મની હોં ! ખોખાની નહિ.
સભા : દીક્ષામાં આઠથી સોળ વર્ષની વયમાં ગુણરૂપ અપવાદ છે, કે નહિ?
- નથી એમ નથી. ગુણરૂપ અપવાદ ઘણા છે, છતાં નુકસાન પણ ઘણું જોયું, માટે નિષેધ કર્યો. અપવાદ તો આઠની અંદર પણ છે. જ્ઞાનીએ તો આઠ વર્ષની વયની અંદરનાને પણ દીક્ષા આપી છે. સોળની ઉપરના અપવાદ જેવા રૂઢ તેવા રૂઢ આ અપવાદ નહિ. કેટલાક અપવાદ એવા છે કે જેનું નિરાકરણ પ્રસંગે જ થાય. વગર પ્રસંગે કહું તો તમે માર્ગમાં દીવાલ બનીને ઊભા રહો. દરવાજા બંધ કરવા બેઠા છો તો બારી બંધ ન કરો ? ઘણી વાતો ને પણ કહેવાય. તમે પણ સ્નેહીને બધી વાત નથી કહેતા. બધી વાત કહેવાથી ખરાબી થયાના પણ દાખલા છે.
પાપમાં જતાં પતિને પત્ની અને પત્નીને પતિ રોકે એ પરસ્પરની ફરજ છે. પ્રભુના માર્ગે જતા સંતાનને માબાપ આડા પડે ? સંતાનને પ્રભુના માર્ગે જાતે મોકલવાં એ તો દૂર રહ્યું પણ કોઈ મહાત્માએ ઉપકાર કર્યો, એના કાનમાં મંત્ર ફેંક્યો, ત્યાં રોષ હોય ? સંતાનને કોઈ ગાદીએ બેસાડે ત્યાં પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org