________________
1901
--- ૧૩ : હિંસકની પણ હિંસાનો નિષેધ - ૧૨૯
-
૧૯૯
લંઘે તે પરિણામે ધર્મથી ખસે. ખાવું એ આત્માનો ધર્મ નથી છતાં મુનિ કેમ ખાય છે? અનશન કેમ કરતા નથી ? જો મુનિ માટે અનશન જ કરવાનું રાખ્યું હોત, ભોજનનો સર્વથા નિષેધ કર્યો હોત તો મુનિ જ જોવા ન મળત. બધા જ ઓઘા મૂકી દેત. ઋષભદેવ સ્વામીની સાથે દીક્ષા લેનાર ચાર હજાર ભૂખ્યા ન રહી શકવાથી ચાલ્યા ગયા. તાપસ બની ગયા. જ્ઞાનીએ બાંધેલી વિધિનો હેતુ સમજો. શક્તિ હોય, દુર્બાન ન થાય, સમાધિ સચવાય તો અનશન કરે, પણ શક્તિ ન હોય છતાં ફરજિયાત અનશનની વિધિ હોય તો સાધુ જ ન રહે. ગૃહસ્થને પણ શક્તિ બહારનું કહેવામાં આવે તો એનો એ સ્વીકાર ન કરી શકે. તાકાત હોય તેની વાત જુદી. ગુણરૂપ અપવાદ કાયમ સેવાય ?
આજનાઓ કહે છે કે મૂળ વિધિ ખરી, બાકીના અપવાદ અને અપવાદ તો એક જ વાર સેવાય. તો મૂળ વિધિપૂર્વક જે ધર્મ ન કરી શકે તેણે શું ધર્મ ન જ કરવો ? ના, એમ નહિ. તે આમ પણ કરે ને આમ પણ કરે. મૂળ વિધિ કરવાની ભાવનાપૂર્વક કરે તે અમુક રીતે પણ કરે. એ બધી અપવાદવિધિ, એ કાયમ ચાલે અને એમાં જ ધર્મ ટકે. જે અપવાદમાં ધર્મરક્ષા માટે પાપ સેવવું પડે તે અપવાદ ક્વચિત્ સેવાય. જે અપવાદોથી ધર્મ સેવાય, જે અપવાદમાં ગુણ મેળવવાના તે અપવાદ કાયમ ખાતે સેવાય. જે અપવાદમાં દોષ સેવી ધર્મરક્ષા કરાય તે ક્વચિત્ અને ન છૂટકે સેવાય. મૂળવિધિ ન બની શકે તે બધાને માટે અપવાદવિધિ ચાલુ જ છે. ત્રણે સંધ્યાકાળે જે પૂજા ન કરી શકે તે મળતા ટાઇમે કરે. રોજ એ સ્થિતિ હોય તો રોજ પણ એ અપવાદ સેવાય. એ અપવાદ સેવનારા પણ પ્રભુશાસનમાં છે. આળસુ માટે અપવાદવિધિ નથી :
પૂર્વે હજારો અને લાખ્ખો શ્રાવકોમાં પણ રીતસર વિધિપૂર્વક નિયત સમયે ત્રણે કાળ પૂજા કરનારા તો થોડા પણ ગમે ત્યારે ટાઈમ કાઢી પૂજા કર્યા વિના ભોજન નહિ કરનારા સંખ્યાબંધ નીકળતા. ગૌતમસ્વામી જેવું સંયમ તો એ જ પાળે, બીજા બધાનું સંયમ એમનાથી ઊતરતું. આમ ન બને તો આમ પણ થાય એ અપવાદવિધિ પણ ઉત્સર્ગ જેવી જ. એનો નિષેધ કરનારા મૂળને નિષેધે છે. ઉત્સર્ગવિધિ પળાય તો તો અપૂર્વ પણ ટાઈમ ન મળે તે મળતા ટાઈમે કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org