________________
1913 ––
– ૧૩ઃ હિંસકની પણ હિંસાનો નિષેધ - ૧૨૯
–
૨૦૫
તો એ પણ હિંસક. ઉંદરને મારનાર બિલાડી, તો બિલાડીને મારનાર કૂતરું, એવી એની હાલત થાય. સારી ચીજનો પણ અમલ કરતાં ન આવડે તો પરિણામ સારું ન આવે. શાસ્ત્ર કહ્યું કે ઉપયોગે ધર્મ અને પરિણામે બંધ છે. જો ઉપયોગ કરતાં ન આવડે તો શુભ ક્રિયામાં પણ અશુભ બંધ થાય. હિંસક પ્રત્યે પણ દાંત ન પીસો, પરિણામ ન બગાડો. પાપમાં પ્રવર્તવું એ તો અનાદિનો અભ્યાસ છેઃ
સભા : ઉંદરને બિલાડીનો ભક્ષ્ય કોણે નીમ્યો?
- બાળકને જુઠું બોલતા કોણે શીખવ્યું ? તમે લોકોને લૂટો છો તો એ અધિકાર તમને કોણે આપ્યો ? સ્વાર્થી બધી વાત પોતાની મેળે જ નીર્મે છે. કર્મોદય, અનાદિનો અભ્યાસ, એ બધાં એમાં કારણો છે. શ્રી જિનેશ્વરદેવ કહે છે કે બધા પાપની પાછળ કાંઈ ને કાંઈ હેતુ તો છે. આણે આને કેમ માર્યો? એનું કારણ તો અનંત જ્ઞાની કહે અને પૂર્વનું વૈર હોય તો જણાવે. પરંતુ જ્ઞાની પણ કેટલાં વૈર જણાવે ? હજારોને મારે ત્યાં કેટલાં વૈર કહે ? વૈર યોગે, દુષ્ટ સ્વભાવના યોગે, લાલસાના યોગે પણ જીવો મરાય છે. જીવો જીવોને મારે છે ત્યાં નવાં વૈર પણ બંધાય છે. પાપમાં પ્રવર્તવું એ તો અનાદિનો અભ્યાસ છે. જૂઠું બોલવાની, કપટ કરવાની શાળા કોઈ જોઈ છે ? ઘોડિયામાં બાળક પણ જુઠું રોઈ જાણે છે. એ પણ જાણે છે કે રોયા વિના માં આવશે નહિ. આંખમાં આંસુ ન હોય, હૈયામાં દુઃખ ન હોય છતાં “ઊં ઊં' કરે, કેમ કે જાણે છે કે એ વિના ઠેકાણું પડશે નહિ. માતાપિતાની ભક્તિ પણ કલ્યાણ માટે :
જીવો જો પાપમાં ટેવાયા ન હોત તો સંસારમાં રહેત ? એમને રખડતા બચાવવા અને પાપ પુણ્ય સમજાવી માર્ગે લાવવા માટે આ મહેનત છે. સ્વાર્થ વૃત્તિને આધીન થવાનો આ શાસનનો કાયદો નથી. કોઈનું હિત બગડે એવી શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા ન હોય. માતાપિતાની ભક્તિ પણ કલ્યાણ માટે છે. ઉપકારીના ઉપકારનો બદલો વાળવાનો પણ કલ્યાણ માટે છે, અકલ્યાણ માટે નથી. “લજ્જા' એ મોટો ગુણ, વડીલની આજ્ઞા માનવી એ ગુણ, પણ બધે મર્યાદા ખરી. મર્યાદા કચાં સુધી ? ધર્મઘાત ન થાય ત્યાં સુધી. સુલસને માતા વગેરે કુટુંબીઓએ કુળધર્મ સમજાવીને પાંચસો પાડા મારવાનું ચાલુ રાખવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org