________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૭
માર્ગને વફાદાર રહો, માર્ગની સેવામાં ઘરબાર વેચવાં પડે તો વેચો એવા પાક્કા તમને જાણું તો મારા જેટલો આનંદ બીજાને નહિ થાય, પણ હું જાણું છું કે તમે એવા નથી. તમે તો વાતો કરવાથી કામ નભે ત્યાં સુધી તૈયાર પણ ખીસે વાત આવે ત્યારે એમાંથી પાંચ ઊભા રહે, એવી મારી માન્યતા છે. એ માન્યતાને કાલે સવારે જ ખોટી પાડો તો મને દુઃખ નહિ પણ આનંદ થશે. તરત મારી માન્યતા ફેરવીશ. બાકી એવી આપત્તિને હું ગણતો નથી. આપત્તિ વખતે ટકે તે ધીર અને ખસે તે કાયર. કાયર જૈનશાસન માટે નાલાયક પછી ભલે એ પોતાનું કરી ખાય. પણ એ કરી ખાનારોય શાસનની સેવા કરનારની અનુમોદના કરે તો ય ઘણું.
૧૦૦
થામાંથી ઊંધું પકડનારા ઃ
જૈનશાસનમાં કથા બે જાતની. સારાની અને નરસાની. નરસાની પણ સારા થવા માટે અને નરસાથી બચવા માટે. આણંદ કામદેવની કથા શા માટે લખાઈ ? એમના હીરામાણેક પન્ના આદિના વર્ણન શા માટે લખ્યાં ? એ આવા હતા છતાં પ્રભુ મળ્યા પછી એ કેવા બન્યા, એ બતાવવા માટે. ભગવાનને સાંભળ્યાં કે તરત જે હતું તેમાં એક રતીભાર પણ ન વધારવાનો નિયમ કરી લીધો. કામદેવે તો એટલી ધીરતા કેળવી કે પૌષધમાં દેવતાએ એના પુત્રોને એની સામે ખડા કરી ભયંકર કદર્થના કરી દેખાડી છતાં ચલાયમાન ન થયા. આ કારણે એ એકાવતા૨ી થયા, પાંચસો હળ અને ગોકુળોના કારણે નહિ. છતાં આ વાતને આગળ કરી તમને કોઈ સાધુ એમ કહે કે, “આણંદ કામદેવને પાંચસો હળ, તો તમારે કેટલા ? એમની પાસે જમીન કેટલી હતી ? જમીનનો ત્યાગ તો અમારે સાધુને હોય, તમારે ગૃહસ્થને શું છે ? ત્યાગની વાતો સાંભળી ઘેલા ન બનો. જેના ઘરમાં હળ નહિ, જેના ઘરમાં ગાય નહિ તે શ્રાવક શાના ? શાસ્ત્રમાં આવતી કથાઓ સાંભળો.” તો એને તમે શું કહેવાના ?
સભા : એને ગાંડપણ થયું છે એમ કહેવું પડે.
1808
કલ્પસૂત્રની વાત કરનારને પૂછો :
કલ્પસૂત્રમાં સાધુએ ચાતુર્માસ ૨હેવા માટે ક્ષેત્રના જોવા જોઈતા ઉત્કૃષ્ટા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org