________________
૧૧ : અમારી લડત શા માટે અને કોની સામે ?
અજ્ઞાન જગતની માન્યતા સામે શાનીનો હુમલો :
અનંત ઉપકારી સૂત્રકાર પરમર્ષિ શ્રી સુધર્મા સ્વામીજી મહારાજા ફરમાવે છે કે, આ સંસારમાં કર્માધીન પ્રાણીઓ અત્યંત દુઃખી છે. ત્યારે ટીકાકાર પૂછે છે કે, વારંવાર આ વાત આપ કહો છો તેનું પ્રયોજન શું છે ? સૂત્રકાર કહે છે કે સંસારમાં મનુષ્યો એવા કામાસક્ત છે અને વિષયમાં એવા લીન છે કે સંસારના દુઃખમાં પણ તેઓ સુખની કલ્પના કરે છે. આથી વારંવાર સંસારને દુઃખમય સૂચવ્યા વિના છૂટકો નથી.
કામાધીને આત્માઓને દુઃખ પણ એક પ્રકારના સુખરૂપે ભાસે છે, જેને લઈને તેઓ સંસારથી છૂટી શકતા નથી. નાશવંત શરીરથી પણ એવી કાર્યવાહી કરવાને એ પ્રાણીઓ ઇચ્છે છે કે જેના કારણે અનેક પ્રકારનાં દુઃખોને પોતાની જાત માટે તેઓ વહોરી લે છે. ક્ષણિક સુખ માટે એ પ્રાણીઓ પાપ-પુણ્યનો વિચાર કરતા નથી. આ શરીરનું બંધન તો આત્માને માટે દુઃખરૂપ છે, છતાં એ દુઃખરૂપ શરીરની સેવા માટે આ બધી મહેનત એ જીવો કર્યા કરે છે અને પોતાની બંધનની બેડીને મજબૂત કરે છે. એ બેડીને મજબૂત કરવામાં સુખની માન્યતા એટલે સુધી કલ્પી કે ધર્મને વેચીને પણ શરીરને સુખી કરવાના પ્રયત્નો કરાય છે. આવાને ડાહ્યા કહેવા કે મૂર્ખ ?
પોતાને મનગમતી વસ્તુ મેળવવામાં ગમે તેટલું પાપ કરવામાં પણ હરકત નથી, એ આજના લોકોની માન્યતા છે. એ માન્યતા સામે આ જ્ઞાનીઓનો હલ્લો છે. જમાનાવાદીઓને એ ફાવતું નથી. આજના સાધુઓ તો આંખ સામે હોવાથી કદાચ તેમને ભારરૂપ લાગે. કોઈ સાધુ કરડા શબ્દો કહે એમ પણ બને, પરંતુ પૂર્વના મહાપુરુષોની સામે પણ એમને ફાવટ નથી આવતી કારણ કે જેના પર એ જમાનાવાદીઓ પોતાના દેહ સંબંધી સુખોનો મદાર બાંધે છે તેની પર એ જ્ઞાનીઓનો હલ્લો છે.
જમાનાવાદીઓ કહે છે કે દુનિયાના જીવોની માન્યતા છે કે શરીરસુખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org