________________
1897
– ૧૨ ઃ ઉત્સર્ગ-અપવાદનો અવસર સમજો ! - ૧૨૮
-
૧૮૯
નોકરિયાત છે અને શેઠ સાંજે વહેલા ન છોડે તો રાતે બાર વાગ્યા સુધી પણ કરે. સવારે પાંચ વાગે શેઠ બોલાવે તો બપોરે બાર વાગ્યા સુધી પણ પ્રતિક્રમણ થાય. આ સ્થિતિ રોજ હોય તો રોજ એ છૂટ પણ ગપ્પાં મારો અને મોડું કરો તો છૂટ નહિ. અતિથિસંવિભાગ વતનો કાયદો કે ઉપવાસ સાથે પૌષધ કરી બીજે દિવસે એકાસણું કરી મુનિને બોલાવી પોતા માટે બનાવેલી ચીજોમાંથી મુનિને વહોરાવે અને પછી મુનિએ જે વહોર્યું હોય તે જ વાપરી એકાસણું કરે, પણ મુનિ ન હોય અથવા મુનિ ઉપવાસી કે બીમાર હોય ને ન આવી શકે તેમ હોય તો શ્રાવકને જમાડીને પારણું કરે. પણ મુનિને બોલાવવા જવાની આળસે વાણિયાને જમાડીને પતાવે તો ? એ ન ચાલે. શ્રાવક તે ગામમાં રહે જ નહિ કે જ્યાં જિનમંદિર તથા મુનિનું આવાગમન ન હોય. મુનિનો વિહાર બહુલતયા ક્યાં હોય ?
સભા: એવા ગામમાં મુનિથી જવાય કે નહિ?
- વિહારમાં રસ્તામાં આવે એ વાત જુદી, કારણે જવું પડે એ વાત જુદી. એમ તો મુનિ અટવીમાં પણ લાભ દેખે તો રહે પણ બહુલતયા જિનમંદિર હોય
ત્યાં મુનિનો વિહાર વિશેષ હોય. શ્રાવક એવા ગામમાં ન રહે કે જ્યાં શ્રી જિનમંદિર કે મુનિનો વિહાર ન હોય. કદાચ રહેવું પડ્યું હોય તો પોતાના અતિથિ-સંવિભાગ વ્રતના પાલન ખાતર શક્તિ હોય ત્યાં સુધી મુનિ હોય ત્યાં જાય. શક્તિ ન હોય તો શ્રાવક જમાડે. શ્રી જિનેશ્વરદેવની પૂજામાં શક્તિ હોય તો ચંદન, કેસર, બરાસ, કસ્તૂરી બધું જોઈએ. શક્તિ ન હોય તો એક ચીજથી પણ ચાલે. એક ફૂલથી પૂજા કરે તોય વિધિભંગ નથી પણ છતી શક્તિએ ન ઉમેરે તો શું માનવું ? ચંદન છે એટલે હવે કેસરનું શું કામ ! એમ કહે તો વિરાધક ભાવ આવે. તાકાત હોય ને બધી જાતનાં ફૂલ મળતાં હોય છતાં એકલા ગુલાબથી ન ચલાવાય. ફૂલ ન જ મળે ત્યાં ફૂલ વિના ચલાવાય ત્યાં વિધિભંગ નથી. આજે તો “એમાં શું ?” એમ થઈ ગયું છે. ચોખાને બદલે કણકીથી પણ યેલાવાય છે. મહેમાન આવે તેને કણકી નથી પીરસાતી. ત્યાં બાસમતી લવાયા છે. ધર્મનો રસ નહિ જાગે, શ્રી જિનેશ્વરદેવનો માર્ગ નહિ સમજાય, પૂજાનું રહસ્ય નહિ જાણવામાં આવે ત્યાં સુધી આ વાતોની અસર નહિ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org