________________
૧n
– ૧૧ : અમારી લડત શા માટે અને કોની સામે? - ૧૨૭ –
૧૧૯
સહિષ્ણુ બનવું જોઈએ, પણ અમારી લડત કાંઈ અમારા મત માટે નથી, જ્ઞાનીઓના મત માટે છે. શાનીઓને ઇતિહાસના અંગારા કહે છે :
આજનાઓ જ્ઞાનીઓને ઇંદ્રજાળિયા, પ્રપંચી અને માયાવી કહે છે, ઈતિહાસના અંગારા કહે છે. એવાઓ તો ભગવાન મહાવીરને માને તોય નામના જ, કામના નહિ. જમાનાવાદીઓ જ્યાં સુખ કહે ત્યાં આ જ્ઞાનીઓ દુઃખ બતાવે છે. એમની વાતનો આ જ્ઞાનીઓ વિરોધ કરે છે માટે એ એમને અંગારા કહે છે. એ કહે છે કે આ અંગારા પાક્યા ન હોત તો અમારા સુખમાં ક્યાંય વિક્ષેપ ન આવત. અમારે તો એવું સુખ છે કે આજના જમાનાવાદીઓના એક એક વિચારનું ખંડન આ શાસ્ત્રમાં તૈયાર છે. વીસમી સદીમાં ઉત્પન્ન થનારી દલીલો એ જ્ઞાનીઓએ જાણી હતી. એ તમામ દલીલોના ઉત્તર શાસ્ત્રોમાં લખેલા છે. એવા સર્વા બાપના અને દીકરાઓ છીએ. અમારે ચિંતા શી છે ? આજના જમાનાવાદીઓને ચૂપ કરવા માટે કાંઈ નવું જાણવાની અમારે જરૂર નથી. નવાં તૂત શોધી કાઢનારાને એ બધી પંચાત હોય. અમારી એક વાતનું ખંડન કરવા એમને સો બસો લેખ લખવા પડે. જમાનાવાદીઓના વિરોધનો મુદ્દો :
આ બુદ્ધિવાદીઓએ એક દીક્ષા-પ્રકરણની વાત અંગે વર્ષોથી કાગારવ કરી મૂક્યો. દીક્ષાને ખોટી તો કહેવાતી નથી. ખોટી કહેવા જાય તો કોઈ સાંભળે તેમ નથી. એટલે પીઠિકામાં તો “દીક્ષા સારી છે' એમ જ કહે છે અને પછી તેના માટે એલફેલ વાતો ગોઠવી કાઢે છે. કોઈ રીતે ફાવટ ન આવવાની મૂંઝવણમાંથી ઊભી થયેલી આ બધી ધમાલ છે. તમારી માન્યતામાં તમે દઢ બનો તો તમને ખાતરી થાય કે આજના એ લોકોની માન્યતામાં કોઈ તાત્ત્વિક વિરોધ નથી. જવાબ આપવા માટે એક મિનિટ પણ વિચારવા થોભવું પડે એવો એમના વિરોધમાં કોઈ મુદ્દો જ નથી. એમના વિરોધનો મુદ્દો એ છે કે એમની ઇચ્છાઓની આડે આવે, એમની શરીરસેવાની આડે આવે એવી જે વાત હોય તેને આઘે ફેંકી દેવી. શાનીઓનો હેતુ તમારા ભલા માટેનો છે?
આપણા ત્યાગી ઉપકારીઓનો તો ચોવીસે કલાક જાપ કરવા જેવો છે. જીવોનાં સ્વરૂપ બતાવવાની, તેમની ઉત્પત્તિ તથા તેમના મરણના હેતુ વગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org