________________
૧૮૭
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૭ –
–
18
બીજાને જે કામ સોંપો છો તે સાધર્મિકને સોંપો. તમે કામ લેવાના અર્થી છો, સાધર્મિક કામ કરવાનો અર્થ છે તો તમે કામ એને આપો. આથી એવું ન કહેતા કે મહારાજ વેપારની વાતમાં પડે છે. હું તો કહું છું કે લાખોની પહેરામણી કરો. આવનારો સાધર્મિક પણ વેપારને પાપ તો માને જ છે. વસ્તુપાળ તેજપાળે રાજાને કહ્યું કે “અમે સંસારમાં રહ્યા છીએ એટલે દુનિયાની સેવા કર્યા વિના છૂટકો નથી માટે નોકરી કરીએ છીએ, ધર્મ માનીને કરતા નથી. રાજસેવા આત્મકલ્યાણ માટે કરતા નથી. નોકરી તો આપની અમારે સંસારમાં રહેવું છે માટે કરીએ છીએ, પણ પહેલા શ્રી જિનેશ્વરદેવ, પછી નિગ્રંથ ગુરુ, પછી દયામય ધર્મ, આ ત્રણની સેવા પછી ચોથી સેવા આપની અને તે પણ પેલા ત્રણની સેવામાં બાધ ન આવે તે રીતે.' આવું તો વસ્તુપાળ તેજપાળ કહી શકે. બીજામાં આ તાકાત ન હોય તો ન કહે, રાજા કહે તેમ “હા એ હા કરે પણ મનથી પોતાની પામરતા માને તોયે શ્રાવકપણું ન જાય. શ્રાવક મંત્રી કેવો હોય ?
એક મંત્રીને રાજા પોતાનું રાજ્ય સોંપી રાજ્ય બહાર ગયો. મંત્રી શ્રાવક હતો. કોઈ દુશ્મન રાજાની સેના તક જોઈને ચડી આવી. રાણીએ મંત્રીને લડવા હુકમ કર્યો. લડાઈની તૈયારી થઈ. સામસામી છાવણીઓ પડી. રાણી પણ સૈન્ય સાથે આવી હતી. સવારે મંત્રી પ્રતિક્રમણ કરે છે. તેમાં એચિંદિયા, બેઇંદિયાનો પાઠ બોલે છે. સેનાપતિ આ સાંભળે છે એટલે વિચાર કરે છે કે આ એગિદિયા બેઇદિયા કરનારા યુદ્ધમાં શું કરશે ? સેનાપતિએ રાણીને વાત કરી, ત્યારે રાણીએ કહ્યું કે જે થાય તે ખરું, બાકી અત્યારે કાંઈ ફેરફાર ન થાય. યુદ્ધમાં મંત્રીએ દુશ્મનને હરાવ્યો. બાંધીને રાણી પાસે હાજર કર્યો. રાણીએ કહ્યું કે એચિંદિયા બેઇંદિયાનો પાઠ ભણનાર આવું યુદ્ધ કઈ રીતે કરી શકે ? મંત્રી કહે હૃદય શ્રી જિનેશ્વરદેવની આજ્ઞામાં છે અને શરીર આપની સેવામાં છે, કેમ કે આજીવિકા એમાં છે. કામ પડે ત્યારે કાયા એનું કામ બજાવે પણ હૃદય તો એમાં પાપ માને છે. આ મંત્રી જો યુદ્ધમાં ન જાય તો શું કરે ? દીક્ષાની તો તાકાત નથી, એવી મનોવૃત્તિ જાગી નથી. એવી મનોવૃત્તિ જો બધાની જાગે તો જોઈએ શું? આજે દરેક વાતમાંથી ઊંધું લેનારા છે :
સંયમનાં પરિણામ એકદમ જાગતાં નથી. સંસારમાં રહે અમુક ક્રિયા વિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org