________________
૧ms -- ૧૧ : અમારી લડત શા માટે અને કોની સામે? - ૧૨૭ -
૧૦૭
માટે કોઈ પણ વસ્તુ મેળવવામાં પાપ શું ? આ જ્ઞાનીઓએ કહ્યું છે કે જેટલી શરીરની અનુકૂળતા તેટલો તમારા આત્માનો વિનાશ. જે મહાપુરુષોએ ઘરબાર, કુટુંબ-પરિવારનો ત્યાગ કરી જ્ઞાન પ્રાપ્ત કરી આટઆટલા ગ્રંથો લખ્યા, એવા નિષ્કારણ ઉપકારીઓ પ્રત્યે પણ દુર્ભાવનાનું કારણ શું? આજના સાધુઓને તો માનો કે રોટલા પણ આપવા પડે છે પણ આ તો વિદાય થઈ ગયા છે, છતાં તેમના પ્રત્યે પણ દુર્ભાવ ?
પોતાનો પાડોશી દાન દે તોય કૃપણને દુઃખ થાય. એને થાય કે ભલે હું કાંઈ ન ઘસાતો હોઉં, મારો ઓટલો તો ઘસાય છે ને ? કારણ કે ઓટલો બેયનો મજિયારો હોય. દાતારને ત્યાં આવનાર ઓળખીતો હોય તોય ચા ભલે ન પાય. પણ ઓટલે બેસે ત્યાં તો ના ન પડાય ને ? એ રીતે મુનિને રોટલાનો ટુકડો ન આપવાની ભાવનાવાળાને આપવો પડે ત્યારે બોજારૂપ લાગે એમ માની લઈએ પણ ભૂતકાળના મહર્ષિઓને એ પણ નથી આપવાનો છતાં એમના પ્રત્યે અણગમો કેમ ? જો કે જૈનશાસનનો કાયદો અનુપમ છે. મુનિ રોટલા માટે કોઈને ત્યાં ધામા નાંખતા નથી, ન આપે એની ફજેતી કરતા નથી પણ માનો કે એનાથી શરમના માર્યા ના નથી પડાતી અને રોટલા દેવા પડે છે પણ પૂર્વના મહર્ષિઓને તો કાંઈ આપવાનું નથી ને ? તેમ છતાં એમના પ્રત્યે પણ અરુચિભાવનું કારણ એક જ છે કે એમની માન્યતા સામે એ જ્ઞાનીઓનો હલ્લો છે. આ લોકો જ્યાં પુણ્ય માને ત્યાં જ્ઞાની પાપ માનવાનું કહે છે, એ જેને લેવાનું કહે છે તેને જ્ઞાની છોડવાનું કહે છે. વર્તમાનના સાધુઓ કાંઈ બોલે તે એમને ઘોઘાટરૂપ લાગે છે પણ પૂર્વના મહર્ષિઓ પ્રત્યે તો દુર્ભાવનું કારણ એક જ કે જગતની માન્યતા ઉપર એ મહર્ષિઓ આક્રમણ લાવે છે. સ્વાતંત્ર્ય શબ્દ ફક્ત બોલવા માટે છે : સભાઃ આજના સ્વાતંત્ર્યના યુગમાં મહર્ષિઓના વિચારો પ્રત્યે દુર્ભાવના એ એમના
સ્વાતંત્ર્ય પર તરાપ નથી ? - એ વાત ભૂલી જાઓ. આ વાતો કરનારા ખરેખર કાંઈ સ્વાતંત્ર્યના અર્થી નથી. સ્વાતંત્ર્ય શબ્દ એ તો માત્ર બોલવા માટેનું ઓઠું છે. એકને પણ હું સ્વતંત્ર ભાળતો નથી. સ્વાતંત્ર્યને એ સમજ્યા જ નથી, માત્ર સ્વાતંત્ર્ય શબ્દની ચોરી છે. એ લોકો સરકારને કહે છે કે “અમને બોલવાનો હક છે, અમને ન ગમે તેમને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org